બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 08:48 AM, 3 October 2021
ADVERTISEMENT
તમને નોકરીની સાથે પણ આ બિઝનેસ ચાલુ રાખી શકો છો. અમે અથાણું બનાવવાના બિઝનેસ વિશે વાત કરી રહ્યાં છે. અથાણું બનાવવાના બિઝનેસની શરૂઆત ઘરેથી જ થઇ શકે છે. જ્યારે બિઝનેસ વધવા લાગે તો અલગ જગ્યા લઈને આ બિઝનેસને આગળ વધારવા વિશે વિચારી શકાય છે.
ADVERTISEMENT
10 હજાર રૂપિયામાં શરૂ કરો બિઝનેસ
તમે પણ અથાણું બનાવવાનો બિઝનેસ ઘરે જ શરૂ કરી શકો છો. આ બિઝનેસ ઓછામાં ઓછા 10 હજાર રૂપિયાથી શરૂ કરી શકાય છે. તેનાથી તમને 25થી 30 હજાર રૂપિયાની કમાણી થશે. આ કમાણી તમારા પ્રોડક્ટની ડિમાંડ, પેકિંગ અને એરિયા પર પણ આધારિત છે. અથાણાંને ઓનલાઇન, જથ્થાબંધ, રિટેલ માર્કેટ અને રિટેલ ચેનને વેચી શકો છો.
સરકાર કરશે મદદ
મોદી સરકારનું સપનું છે કે લોકો નોકરી શોધવાને બદલે જોબ ક્રિએટર્સ બને. તમારો પોતાનો વ્યવસાય અથવા સ્ટાર્ટઅપ બનાવો. સરકારે આ માટે ઘણી યોજનાઓ પણ ચલાવી છે, જેથી લોકોને સ્કિલ્ડ બનાવી શકાય. જો તમે બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમે આ સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો.
900 સ્ક્વેર ફૂટનો એરિયા જોઇશે
અથાણું બનાવવાના બિઝનેસ માટે 900 સ્ક્વેર ફૂટનો એરિયા હોવો જરૂરી છે. અથાણું તૈયાર કરવુ, અથાણું સૂકવવું, અથાણુ પેક કરવું વગેરે કામ માટે ખુલ્લી જગ્યાની જરૂર પડે છે. અથાણાને લાંબા સમય સુધી ખરાબ થવાથી બચાવવા માટે અથાણાંને બનાવતી વખતે સાફ સફાઈનું ધ્યાન રાખવું પડે છે ત્યારે જ અથાણું વધુ દિવસ સુધી સારું રહે છે.
અથાણું બનાવવાના બિઝનેસમાં આટલા રૂપિયાની થશે કમાણી
આ બિઝનેસમાં 10 હજાર રૂપિયા લગાવીને ડબલ નફો કમાવી શકાય છે. પહેલા માર્કેટિંગમાં ખર્ચની તમામ રકમ વસૂલ કરવામાં આવે છે અને તે બાદ નફો જ નફો થાય છે. આ નાના બિઝનેસને મહેનત અને નવા પ્રયોગ દ્વારા મોટો બિઝનેસ બનાવી શકાય છે. આ બિઝનેસનો નફો દર મહિને મળશે અને નફામાં વધારો પણ થશે.
અથાણું બનાવવાના બિઝનેસનું લાયસન્સ કેવી રીતે મળશે
અથાણું બનાવવાના બિઝનેસ માટે લાયસન્સની જરૂર પડે છે. બિઝનેસ શરૂ કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીથી લાયસન્સ મેળવી શકાય છે. આ લાયસન્સ માટે ઑનલાઇન ફોર્મ ભરીને અરજી કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.