બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:04 AM, 20 April 2025
નવા નાણાકીય વર્ષમાં દરેક બેંક પરિણામો અને ડિવિડન્ડની જાહેરાત કરી રહી છે. ત્યારે હવે દેશની બીજી સૌથી મોટી ખાનગી બેંક ICICI બેંકે શનિવારે નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. કંપનીએ શેરબજારને જણાવ્યું છે કે તેનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 18 ટકા વધીને રૂ. 12,630 કરોડ થયો છે. ત્રિમાસિક ગાળા દરમિયાન તેની વ્યાજમાંથી ચોખ્ખી આવક (NII) પણ 11 ટકા વધીને રૂ. 21,193 કરોડ થઈ. ICICI બેંકે સમગ્ર નાણાકીય વર્ષ માટે કર પછીના નફામાં 15.5 ટકાનો વધારો નોંધાયો છે જે હવે રૂ. 47,227 કરોડ થયો છે. બેંકે રોકાણકારો માટે ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. બેંકે પ્રતિ શેર રૂ.11 ના ડિવિડન્ડની જાહેરાત કરી છે અને દરેક શેરની ફેસ વેલ્યુ રૂ.2 છે. આગામી સામાન્ય સભામાં ડિવિડન્ડની મંજૂરી અંગે ચર્ચા કરવામાં આવશે.
ADVERTISEMENT
#JustIn: ICICI Bank announced its financial performance for Q4 FY25 today.
— ICICI Bank (@ICICIBank) April 19, 2025
Here are the key highlights:
Financial Performance for Q4 FY25
• Core operating profit grew by 13.7% Y-o-Y to ₹17,425 crore
• Net interest income (NIl) rises by 11.0% Y-o-Y to ₹21,193 crore
• Profit… pic.twitter.com/GkUMnnPfB9
ICICI બેંકે પણ સંપત્તિની ગુણવત્તામાં સુધારો નોંધાવ્યો છે. આ વર્ષે 31 માર્ચ સુધીમાં તેનો ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ રેશિયો ઘટીને 1.67 ટકા થયો છે, જે પાછલા ક્વાર્ટરના અંતે 1.96 ટકા અને એક વર્ષ પહેલાં 2.16 ટકા હતો. તેવી જ રીતે ચોખ્ખો NPA ગુણોત્તર 0.39 ટકા પર આવ્યો જે પાછલા ક્વાર્ટરમાં અને ગયા વર્ષના સમાન સમયગાળામાં 0.42 ટકા હતો. NPA રૂ. 24,166.18 કરોડ પર આવ્યો જે પાછલા ક્વાર્ટરમાં રૂ. 27,745.33 કરોડ અને એક વર્ષ પહેલા રૂ. 27,961.68 કરોડ હતો. બેંકના ફાઇલિંગ મુજબ, ત્રિમાસિક ગાળા દરમિયાન તેણે રૂ. 2,118 કરોડની લોન માફ કરી અને રૂ. 2,786 કરોડની લોન આપી હતી. નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં ટેક્સ સિવાયની જોગવાઈઓ વધીને રૂ. 891 કરોડ થઈ ગઈ, જે એક વર્ષ પહેલા રૂ. 718 કરોડ અને ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 1,227 કરોડ હતી.
ADVERTISEMENT
#JustIn: ICICI Bank has announced its financial results for Q4 FY25 today.
— ICICI Bank (@ICICIBank) April 19, 2025
Here’s a quick overview of the financial performance.
Further, the Bank’s Board has recommended a dividend of ₹11 per share for FY2025. The declaration and payment of dividend is subject to requisite… pic.twitter.com/cvC8olFxMj
માર્ચ 2025 ના અંતમાં બેંકનો NPA માટે પ્રોવિઝન કવરેજ રેશિયો 76.2 ટકા હતો. 31 માર્ચ સુધીમાં ICICI બેંકની કુલ થાપણો વાર્ષિક ધોરણે 14 ટકા વધીને રૂ. 16.11 લાખ કરોડ થઈ ગઈ. ત્રિમાસિક ધોરણે થાપણોમાં 5.9 ટકાનો વધારો થયો. જાન્યુઆરી-માર્ચ સમયગાળા દરમિયાન બેંકની સરેરાશ થાપણો વાર્ષિક ધોરણે 11.4 ટકા અને પાછલા ત્રિમાસિક ગાળાની તુલનામાં 1.9 ટકા વધીને રૂ.14.87 લાખ કરોડ થઈ છે. સરેરાશ ચાલુ ખાતાની થાપણ વાર્ષિક ધોરણે 9.6 ટકા વધી છે, જ્યારે સરેરાશ બચત ખાતાની થાપણ 10.1 ટકા વધી છે.
વધુ વાંચો : ઘર ખરીદનારાઓ માટે ખુશખબર! SBI સહિત નવ બેંકોએ હોમ લોનના વ્યાજ ઘટાડ્યા, જુઓ લિસ્ટ
ચોથા ક્વાર્ટરના પરિણામો પહેલા ગુરુવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ICICI બેંકના શેર 3.73 ટકા વધીને રૂ. 1,407 પર બંધ થયા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.