બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 'મેરે કો તો ધક ધક હોરેલા હૈ', હિંડનબર્ગની એક પોસ્ટે સોશિયલ મીડિયામાં હડકંપ લાવી દીધો, મીમ્સનો વરસાદ શરૂ

બિઝનેસ / 'મેરે કો તો ધક ધક હોરેલા હૈ', હિંડનબર્ગની એક પોસ્ટે સોશિયલ મીડિયામાં હડકંપ લાવી દીધો, મીમ્સનો વરસાદ શરૂ

Last Updated: 01:52 PM, 10 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંડનબર્ગ રિસર્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે 'ભારતમાં કંઇક મોટું થવાનું છે'. તેને લઈને હવે એક્સ યુઝર્સ વિવિધ પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે.

અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને હલચલ મચાવી દીધી છે. સોશિયલ મીડિયા પર લોકો એકબીજાને પૂછી રહ્યા છે કે હવે કોનો વારો આવશે. શેરબજારના રોકાણકારો પણ ડરી ગયા છે કે હવે હિંડનબર્ગ રિસર્ચ કઈ કંપની કે શેર પર પોતાનો રિપોર્ટ રજૂ કરશે? આ દરમિયાન કેટલાક ફની મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે.

હિંડનબર્ગ રિસર્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે કે 'ભારતમાં કંઇક મોટું થવાનું છે'. આ પોસ્ટ પછી લોકો મીમ્સ શેર કરી રહ્યા છે.

લોકો આ પોસ્ટને ભારતીય કંપનીઓ પર એક મોટા ઘટસ્ફોટના સંકેત તરીકે જોઈ રહ્યા છે. જોકે, હિંડનબર્ગે આ સંબંધમાં અન્ય કોઈ માહિતી આપી નથી.

વાયરલ થઈ રહ્યા છે ફની મીમ્સ

સોશિયલ મીડિયા પર #Hindenburg ટોપ ટ્રેન્ડમાં આવી ગયો છે. યુઝર્સ લખી રહ્યા છે કે અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ કોના વિશે મોટો ખુલાસો કરવા જઈ રહી છે.

એક યુઝરે લખ્યું કે ભારતના અબજોપતિઓ તૈયાર થઈ જાય, જે પણ હવે થવાનું છે.

એક યુઝરે પંચાયત 3નું મીમ શેર કરીને લખ્યું - ભારતીય અબજોપતિ વિચારી રહ્યા છે 'મેરા નામ મત લીજિએગા...'

શેરબજારના એક રોકાણકારે લખ્યું - 'પોર્ટફોલિયો પહેલેથી જ રેડ છે. હવે શું જોઈએ છે ભાઈ.' અન્ય એક યુઝરે લખ્યું કે ભાઈ, મારા પૈસા અડધા ન કરી દેતા...

PROMOTIONAL 12

ગયા વર્ષે અદાણી પર આવ્યો હતો રિપોર્ટ

જાન્યુઆરી 2023માં, હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણીના અદાણી જૂથને નિશાન બનાવતો અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલે ખળભળાટ મચાવી દીધો હતો. હિંડનબર્ગે આ રિપોર્ટમાં અદાણી જૂથ પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા.

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવતાની સાથે જ અદાણી ગ્રૂપના તમામ શેર્સમાં તીવ્ર ઘટાડો થયો હતો અને ગૌતમ અદાણી વિશ્વના નંબર 2 અબજોપતિમાંથી 36મા સ્થાને આવી ગયા હતા, તેમની સંપત્તિમાં રેકોર્ડ ઘટાડો થયો હતો. જોકે, હાલ ગૌતમ અદાણી 12મા સ્થાને છે.

આ પણ વાંચો: 'ભારતમાં કંઇક મોટું થવાનું છે', હિંડનબર્ગની સોશિયલ મીડિયા પોસ્ટે વધાર્યું ટેન્શન, અદાણી બાદ હવે કોણ ટાર્ગેટ પર?

86 અબજ ડોલર ઘટી ગઈ હતી વેલ્યુએશન

24 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી ગ્રૂપ પર રિપોર્ટ આવ્યા બાદ તમામ શેર્સમાં ભારે ઘટાડો થયો હતો, ત્યારબાદ કંપનીના વેલ્યુએશનમાં પણ ઝડપથી ઘટાડો થયો હતો. સ્થિતિ એવી હતી કે થોડા દિવસોમાં અદાણી ગ્રૂપનું વેલ્યુએશન 86 અબજ ડોલર ઘટી ગયું હતું. શેરના ભાવમાં થયેલા આ મોટા ઘટાડાથી પાછળથી ગ્રૂપના ઓવરસીઝ લિસ્ટેડ બોન્ડનું મોટા પાયે વેચાણ થયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hindenburg Research Funny Memes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ