બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:49 AM, 11 August 2024
અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે ગયા વર્ષે ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી પર ગંભીર આરોપો લગાવતો અહેવાલ બહાર પાડ્યો હતો, જ્યારે આ વર્ષે પણ તેણે અદાણીને સામેલ કરીને માર્કેટ રેગ્યુલેટર સેબી પર નિશાન સાધ્યું છે. તેના નવા અહેવાલમાં, હિંડનબર્ગે અદાણી જૂથ અને સેબીના વડા માધબી પુરી બુચ વચ્ચેના સંબંધોનો દાવો કરતા આરોપ લગાવ્યો છે કે વ્હિસલબ્લોઅર પાસેથી મેળવેલા દસ્તાવેજો દર્શાવે છે કે જે ઓફશોર એન્ટિટીઝનો ઉપયોગ અદાણી મની સાઇફનિંગ કૌભાંડમાં થયો હતો, એમાં સેબીના ચેરમેનની ભાગીદારી હતી.
ADVERTISEMENT
જો કે, હવે આ મામલે સેબીના ચેરપર્સન દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે, જેમાં તેણે કહ્યું છે કે આ તમામ પાયાવિહોણા છે અને આ માત્ર તેને બદનામ કરવાનો પ્રયાસ છે.
હિંડનબર્ગ આરોપોમાં કોઈ સત્ય નથી...
ADVERTISEMENT
હિંડનબર્ગ દ્વારા શનિવારે જાહેર કરાયેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્હિસલબ્લોઅર દસ્તાવેજો દર્શાવે છે કે માધબી બુચ અને તેના પતિ ધવલ બુચે 5 જૂન, 2015ના રોજ સિંગાપોરમાં IPE પ્લસ ફંડ 1 સાથે તેમનું ખાતું ખોલાવ્યું હતું. આમાં દંપતીનું કુલ રોકાણ 10 મિલિયન ડોલર હોવાનો અંદાજ છે. હિંડનબર્ગે આક્ષેપ કર્યો કે ઓફશોર મોરેશિયસ ફંડની સ્થાપના ઇન્ડિયા ઇન્ફોલાઈન દ્વારા અદાણી ગ્રુપના એક ડાયરેક્ટર દ્વારા કરવામાં આવી હતી અને તે ટેક્સ હેવન મોરેશિયસમાં નોંધાયેલ છે.
અમેરિકન શોર્ટ સેલર દ્વારા કરવામાં આવેલા આ તમામ આરોપોને ફગાવી દેતા સેબીના ચેરપર્સન માધબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચે રવિવારે વહેલી સવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે 10 ઓગસ્ટના રોજ હિંડનબર્ગ રિપોર્ટમાં કરવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે અને તેમાં કોઈ સત્ય નથી. અમારું જીવન અને ફાઇનાન્સ એક ઓપન બૂક જેવું છે. અમને જે પણ ખુલાસા કરવાની જરૂર હતી, તે તમામ માહિતી વિએત્લા વર્ષોથી સેબીને આપી દેવામાં આવી છે.
સેબીની કાર્યવાહીના જવાબમાં આવો પ્રયાસ
માધબી પુરી બૂચે વધુમાં જણાવ્યું કે અમે કોઈપણ નાણાકીય દસ્તાવેજો જાહેર કરવામાં કોઈ ખચકાટ અનુભવતા નથી, જેમાં એ ડોક્યુમેન્ટ પણ સામેલ છે, જે તે સમયગાળા સાથે સંબંધિત છે જ્યારે અમે સંપૂર્ણપણે સામાન્ય નાગરિક હતા. તેને કોઈપણ અધિકારી માંગી શકે છે. સેબી ચીફે તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે હિંડનબર્ગ રિસર્ચ, જેની સામે સેબીએ અમલીકરણ કાર્યવાહી કરી છે અને કારણ બતાવો નોટિસ જારી કરી છે, હવે તેને એના જવાબમાં અમારા ચરિત્રહનનનો પ્રયાસ કરવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે અમે સંપૂર્ણ પારદર્શિતા સાથે યોગ્ય સમયે વિગતવાર નિવેદન જારી કરીશું.
આ પણ વાંચો: 'હમામ મેં સબ નંગે હૈ..' SEBI ચીફ પર હિંડનબર્ગનો હુમલો, વિપક્ષ વિસ્ફોટક
હિંડનબર્ગના રિપોર્ટમાં શું છે ખાસ?
નોંધનીય છે કે હિંડનબર્ગે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી પર પોતાનો રિસર્ચ રિપોર્ટ રજૂ કર્યાના 18 મહિના પછી એક બ્લોગ પોસ્ટમાં તેમણે સેબી ચીફ અને તેમના પતિ પર એક નહીં પરંતુ અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. આમાં, હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સેબીના ચેરપર્સન માધબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચે બર્મુડા અને મોરેશિયસના ફંડમાં હિસ્સો લીધો હતો, જે ટેક્સ હેવન દેશો છે અને આ બંને ફંડ્સનો ઉપયોગ ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીએ પણ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT