Googleએ તેની ઇન્ડિયન ડિઝિટલ પેમેન્ટ મોબાઇલ એપ્લિકેશન પ્રત્યે તેની નીતિમાં બદલાવ કરવાનો નિર્ણય લીધો છે. Googleના મોબાઇલ પેમેન્ટ એપની હરીફ Paytmએ ફરિયાદ કરી હતી કે અમેરિકી કંપની Google ગ્રાહકોના ડેટાનો ઉપયોગ કરીને જાહેરાત અને અન્ય કામમાં કરી રહી છે. Paytmની આ ફરિયાદ પછી ગ્રાહકોના ડેટાની સુરક્ષાને લઇને ચર્ચા કરવામાં આવી રહી હતી. આ વાત પર પણ ચર્ચા કરવામાં આવી રહી છે કે ટેક્નિકલ કપંનીઓ ભારતના લોકોના ડેટાને દેશમાં અને દેશની બહાર કેવી રીતે ઉપયોગ કરી રહી છે.
Paytmએ કરી હતી ફરિયાદ:
દેશમાં લેણ-દેણના નિયમો પર નજર રાખનારી સંસ્થા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને લખેલા પત્રમાં Paytmએ ફરિયાદ કરી કે ભારતમાં Google Pay એપની પ્રાઇવસી પોલિસી નીતિ ભારતના ગ્રાહકોની ખાનગી જાણકારીને સુરક્ષા આપી રહી નથી. Google Payની નીતિ હેઠળ અંહી ભારતીય ગ્રાહકોના ડેટા એકઠા કરી સ્ટોર કરવામાં આવે છે અને આ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે કે તેમજ તે અંગે લોકોને જાણકારી આપી શકે છે.
Google Payએ તેની પ્રાઇવસી પોલિસીમાંથી લોકોની જાણકારી આપવાની વાતને હટાવી દીધી છે. Googleએ જણાવ્યું છે કે પ્રાઇવેસી પોલીસીમાં એટલા માટે બદલાવ કરવામાં આવ્યો કે ગ્રાહક Googleની મોનેટાઇઝેશન અને ડેટા યુઝ પોલિસીને સહેલાઇથી સમજી શકે. જોકે કંપની તરફથી Paytmની ફરિયાદ પર કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપવા માટે ઇન્કાર કર્યો છે. Googleના પ્રવક્તા અનુસાર આ પ્રકારના બદલાવ પ્રોડક્ટના ફીચર્સ અને તેને વધારે સારા બનાવવા માટે સમય-સમય પર તેમા બદલાવ કરવામાં આવે છે.