બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / સોનું ફરી સસ્તું થયું! ચાંદીની કિંમતમાં પણ થયો ઘટાડો, ખરીદતા પહેલા ચેક કરી લો આજના ભાવ
Last Updated: 12:28 PM, 5 December 2024
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગુરુવારે એટલે કે 5 ડિસેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો કોમેક્સ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મામૂલી દબાણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોના મતે રોકાણકારો ફેડની બેઠકની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ ભૌગોલિક રાજકીય તણાવ પણ ઓછો થયો છે. જેના કારણે સેફ હેવનની માંગ ઓછી થઈ છે. જેની અસર વિશ્વભરમાં સોના-ચાંદીના ભાવમાં જોવા મળી રહી છે. ત્યારે ચાલો જાણીએ કે MCX થી COMEX સુધી સોના અને ચાંદીના ભાવ કેટલા છે?
ADVERTISEMENT
MCX પર સસ્તું થયું સોનું
ADVERTISEMENT
મલ્ટી કોમોડિટી કોમોડિટી એક્સચેન્જના ડેટા અનુસાર સોનાના ભાવમાં 121 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભાવ ઘટીને 76971 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયો છે. જોકે, જ્યારે સવારે 9 વાગ્યે બજાર ખુલ્યું ત્યારે સોનું રૂ. 76,978 પર ખૂલ્યું હતું અને દિવસના નીચલા સ્તરે રૂ. 76,951 પર પણ પહોંચી ગયું હતું. એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે જ્યારે બજાર બંધ થયું ત્યારે સોનાની કિંમત 77,092 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. નિષ્ણાતોનું માનીએ તો આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે.
ચાંદી પણ થઈ સસ્તી
બીજી તરફ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, સવારે ચાંદીની કિંમત 391 રૂપિયા પ્રતિ કિલો ઘટીને 92,902 રૂપિયા પર ટ્રેડ થઈ રહી હતી. ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદી પણ દિવસના નીચલા સ્તરે રૂ. 92,832 પર પહોંચી ગઈ હતી. જોકે ગુરુવારે ચાંદી રૂ.92,987 પર ખુલી હતી. બુધવારે જ્યારે MCX બંધ થયો ત્યારે ચાંદીની કિંમત 93,293 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી હતી.
વિદેશી બજારોમાં સોના-ચાંદીની સ્થિતિ
બીજી તરફ વિદેશી બજારોની વાત કરીએ તો સોના-ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમેક્સ માર્કેટમાં ગોલ્ડ ફ્યુચર $5.20 પ્રતિ ઔંસના નજીવા ઘટાડા સાથે $2,671 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ, ગોલ્ડ સ્પોટના ભાવ $2.67 પ્રતિ ઔંસના નજીવા ઘટાડા સાથે $2,647.23 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: બિટકોઇનમાં રેકોર્ડબ્રેક ઉછાળો, ઇતિહાસમાં પહેલી વાર કિંમત પહોંચી 1 લાખને ડોલરને પાર
યુરોપ અને બ્રિટનમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યાં યુરોપમાં તે 4.77 યુરો પ્રતિ ઔંસના ઘટાડા સાથે 2,516.56 યુરો પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. બ્રિટનમાં સોનું 2.50 પાઉન્ડ પ્રતિ ઔંસ ઘટીને 2,084.02 પાઉન્ડ પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. કોમેક્સ માર્કેટમાં ચાંદી ફ્યુચરના ભાવ 0.61 ટકાના ઘટાડા સાથે 31.72 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા છે. સિલ્વર સ્પોટની કિંમત 0.24 ટકાના નજીવા ઘટાડા સાથે $31.23 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે. યુરોપ અને બ્રિટિશ માર્કેટમાં પણ ચાંદી નબળો કારોબાર કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT