બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:11 PM, 22 April 2025
Gold Price Today : સોનાના ભાવ ફરી એકવાર ઇતિહાસ સર્જી રહ્યા છે. વાસ્તવમાં અમેરિકા અને ચીન વચ્ચે વધતા ટેરિફ યુદ્ધે વૈશ્વિક બજારને હચમચાવી નાખ્યું છે. આ સમય દરમિયાન લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોનું ખરીદીને પોતાનો પોર્ટફોલિયો સુરક્ષિત કરી રહ્યા છે. આ જ કારણ છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ, ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે.
ADVERTISEMENT
ફરી એકવાર સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે એટલે કે 22 એપ્રિલના રોજ સોનાના ભાવમાં 3000 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે, સોનું 1 લાખ રૂપિયાના ઐતિહાસિક ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ કારણે ઘણા નિષ્ણાતોએ તેમના અંદાજ બદલવા પડ્યા છે. જે લોકો સોનાના ભાવમાં નરમાઈની વાત કરી રહ્યા હતા તેઓ હવે આગાહી કરી રહ્યા છે કે તેમાં ઝડપથી વધારો થશે.
આજે શું છે સોના-ચાંદીના ભાવ ?
ADVERTISEMENT
આજે સોનાના ભાવમાં 3000 રૂપિયાનો વધારો થયો છે. ગુડ રિટર્ન્સ અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,01,350 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે ગઈકાલે તેની કિંમત 98,350 રૂપિયા હતી. આ રીતે સોનાએ પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયાનો ઐતિહાસિક આંકડો પાર કરી લીધો છે. ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ.1,01,000 પર ચાલી રહ્યો છે.
અમેરિકામાં પણ સોનાના ભાવ વધ્યા
અમેરિકામાં પણ મંગળવારે સોનાના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો. ટ્રમ્પ દ્વારા ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની ટીકા અને વેપાર પર વધતા તણાવ વચ્ચે આર્થિક વિકાસમાં અવરોધ આવવાના ભયને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધી છે. $3,443.79 પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા પછી, શરૂઆતના વેપારમાં સ્પોટ ગોલ્ડ 0.1 ટકા વધીને $3,429.03 પ્રતિ ઔંસ પર પહોંચ્યો.
જાણો શું છે અમદાવાદમાં સોનાનો ભાવ ?
goodreturns.in વેબસાઇટ પરથી મેળવેલ આંકડાઓ મુજબ અમદાવાદમાં આજે સોનાનો ભાવ 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹10,140, 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹9,295 અને 18 કેરેટ સોના (જેને 999 સોનું પણ કહેવાય છે) માટે પ્રતિ ગ્રામ ₹7,605 છે.
શું કહી રહ્યા છે વેપારીઓ ?
જવેલરી એસોના સભ્ય અને વેપારી આશિષ ભાઈ ઝવેરીએ VTV ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, સતત ટેરીફ વોર અને બેંકો દ્વારા સોનાની ખરીદી શરુ કરવામાં આવતા સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હોઇ શકે છે. સોનાના ભાવ વધતા સોનાની દુકાનોમાં ગ્રાહકી ઘટી હોય તેવી સ્થતિ પણ જોવા મળી રહી છે. સોનું ખરીદી કરવા આવતા ગ્રાહકો પણ કહી રહ્યા છે કે સોનાનો ભાવ 98 હજાર સુધી પહોચી રહ્યો છે જેને કારણે બજેટ પણ ખોરવાય રહ્યા છે. હાલ ગ્રાહકો સોનાની ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે. તો વેપારીઓ માની રહ્યા છે હજુ પણ આગામી દિવસોમાં એક તોલા સોનાનો ભાવ 1 લાખ 10 હજારને પણ વટી જશે. નોંધનીય છે કે, ગઈકાલે પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. ગઈકાલે સોનાનો ભાવ 98 હજારથી 99 હજાર 500 સુધી પહોચ્યો હતો.
વધુ વાંચો : સોનું થઈ ગયું લાખેણી! આ ઠેકાણે પહેલી વાર 10 ગ્રામનો ભાવ થયો 1 લાખ, ભવિષ્યવાણી સાચી પડી
અમેરિકામાં પણ સોનાના ભાવ વધ્યા
અમેરિકામાં પણ મંગળવારે સોનાના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો. ટ્રમ્પ દ્વારા ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની ટીકા અને વેપાર પર વધતા તણાવ વચ્ચે આર્થિક વિકાસમાં અવરોધ આવવાના ભયને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધી છે. $3,443.79 પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા પછી, શરૂઆતના વેપારમાં સ્પોટ ગોલ્ડ 0.1 ટકા વધીને $3,429.03 પ્રતિ ઔંસ પર પહોંચ્યો.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.