બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે ધરખમ વધારો, 1250 રૂપિયા થયું મોંઘું, જાણો લેટેસ્ટ રેટ

બિઝનેસ / સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે ધરખમ વધારો, 1250 રૂપિયા થયું મોંઘું, જાણો લેટેસ્ટ રેટ

Last Updated: 10:44 AM, 10 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લે કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તો ચાલો આજે જાણીએ મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાના ભાવ કેટલા થઈ ગયા છે.

સોનાની કિંમતમાં સતત ત્રીજા દિવસે વધારો જોવા મળી રહ્યો છે. દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના અને ચાંદી બંનેમાં સતત વધારો થઈ રહ્યો છે. વાસ્તવમાં દક્ષિણ કોરિયા અને સીરિયામાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલના કારણે સોનાની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસ અને આજના મંગળવારનો પણ સમાવેશ કરવામાં આવે તો સોનાના ભાવમાં રૂ.1,250થી વધુનો વધારો જોવા મળ્યો છે. વિદેશી બજારોમાં સોનું $2,700ની નજીક પહોંચી ગયું છે. ખાસ વાત એ છે કે ડૉલર ઇન્ડેક્સ 106 ના સ્તરથી પાર ટ્રેડ થઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે રોકાણકારો ફેડની બેઠકની રાહ જોઈ રહ્યા છે. જે બાદ સોનાની કિંમતમાં જોરદાર એક્શન જોવા મળી શકે છે. ચાલો જાણીએ કે વર્તમાન સમયમાં સોનાની કિંમતમાં કેટલો વધારો જોવા મળ્યો છે.

gold-price-final

સોનાના ભાવમાં વધારો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમતમાં સારી તેજી જોવા મળી રહી છે. સતત ત્રીજા કારોબારી દિવસે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સવારે 9.45 વાગ્યે સોનાનો ભાવ 244 રૂપિયાના વધારા સાથે 77,730 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે એક દિવસ પહેલા સોનાનો ભાવ 77,486 રૂપિયા જોવા મળ્યો હતો. જો કે મંગળવારે સોનું રૂ.77,551 સાથે ખુલ્યું હતું. 5 ડિસેમ્બરથી સોનાની કિંમતમાં 1,254 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. એટલે કે સોનાએ રોકાણકારોને 1.64 ટકાનો નફો કરાવી દીધો છે.

silver

ચાંદીના ભાવમાં પણ થયો વધારો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીમાં પણ સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. સવારે 9.50 વાગ્યે ચાંદીની કિંમત 133 રૂપિયાના વધારા સાથે 95,330 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદી 95,359 રૂપિયાની દિવસની ટોચે પણ પહોંચી. જ્યારે એક દિવસ પહેલા ચાંદીની કિંમત 95197 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી હતી. આજે સવારે ચાંદી રૂ.95,119 પર ખુલી હતી. જોકે, 5 ડિસેમ્બરથી ચાંદીના ભાવમાં રૂ. 2,935નો વધારો જોવા મળ્યો છે.

PROMOTIONAL 7

આ પણ વાંચો: શેરબજારમાં સુસ્તીનો માહોલ, આજે સપાટ શરૂઆત બાદ સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન પર સરક્યા

વિદેશી બજારોમાં પણ વધારો

બીજી તરફ વિદેશી બજારોમાં પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. આંકડાઓ અનુસાર, કૉમેક્સ પર ગોલ્ડ ફ્યુચર 10 ડૉલર પ્રતિ ઔંસની તેજી સાથે 2,695.80 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. ગોલ્ડના સ્પોટના ભાવ 11.37 ડૉલર પ્રતિ ઔંસની તેજી સાથે 2,671.67 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો છે. ચાંદીની વાત કરીએ તો સિલ્વર ફ્યુચર 0.15 ટકાની તેજી સાથે 32.66 ડૉલર પ્રતિ ઔંસ પર છે. જ્યારે સિલ્વર સ્પોટના ભાવ 0.63 ટકા વધારા સાથે 32.03 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યા છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Latest Silver Price Latest Gold Rates Gold-Silver Rates
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ