બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોનું ફરી સસ્તું થયું, જ્વેલર્સની દુકાને જતા પહેલા આજની કિંમત જાણી લેજો

Gold Rate Today / સોનું ફરી સસ્તું થયું, જ્વેલર્સની દુકાને જતા પહેલા આજની કિંમત જાણી લેજો

Last Updated: 04:11 PM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ફરી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવાર 15 એપ્રિલના સોનાના ભાવમાં 250 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. દેશના મોટાભાગના શહેરમાં સોનાનો ભાવ 95,500 રૂપિયાની આસપાસ છે જ્યારે ચાંદીનો ભાવ 99,800 રૂપિયા નોંધાયો છે.

જો તમે આજે 15 એપ્રિલ 2025ના સોનું કે ચાંદી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ ખબર આપના માટે ખુબજ કામની છે. આજે મંગળવાર, 15 એપ્રિલ 2025ના સરાફા બજારનો તાજો ભાવ સામે આવ્યો છે. આ મુજબ, સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો છે. એવામાં જો આપ લગ્ન પ્રસંગ માટે કે તહેવાર નિમિત્તે સોનું કે ચાંદી ખરીદવા ઇચ્છો છો તો આ ઘટાડાનો ફાયદો લઇ શકો છો.

આજના માર્કેટ ટ્રેન્ડ મુજબ, 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹ 160 નો ઘટાડો જોવા મળ્યો છે. હવે તે ₹95,660 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે. તે જ સમયે, 22 કેરેટ સોનું ₹87,700 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. જો તમે થોડા ઓછા બજેટમાં સોનું ખરીદવા માંગતા હો, તો 18 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹71,760 માં ઉપલબ્ધ છે. માત્ર સોના જ નહીં, ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા ઘટીને 99,900 રૂપિયા થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે.

હવે ચાલો જાણીએ કે આજે વિવિધ શહેરોમાં 18, 22 અને 24 કેરેટ સોનાના નવીનતમ ભાવ શું છે.

18 કેરેટ સોનાનો નવીનતમ ભાવ

  • અમદાવાદમાં સોનાનો ભાવ: 71,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • દિલ્હી: ₹71,750 પ્રતિ 10 ગ્રામ
  • કોલકાતા અને મુંબઈ: પ્રતિ 10 ગ્રામ 71,690 રૂપિયા
  • ભોપાલ અને ઇન્દોર: 72,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • ચેન્નાઈ: ₹ 72,490 પ્રતિ 10 ગ્રામ

22 કેરેટ સોનાનો નવીનતમ ભાવ

  • અમદાવાદમાં સોનાનો ભાવ: 87,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • ચેન્નાઈ: 87,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • ભોપાલ અને ઇન્દોર: ₹87,260 પ્રતિ 10 ગ્રામ
  • દિલ્હી, જયપુર, લખનૌ: ₹87,690 પ્રતિ 10 ગ્રામ
  • હૈદરાબાદ, કેરળ, કોલકાતા, મુંબઈ: ₹ 87,540 પ્રતિ 10 ગ્રામ

24 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ

  • અમદાવાદમાં સોનાનો ભાવ: 95,546 પ્રતિ 10 ગ્રામ
  • ભોપાલ અને ઇન્દોર: ₹95,500 પ્રતિ 10 ગ્રામ
  • દિલ્હી, જયપુર, લખનૌ, ચંદીગઢ: ₹95,650 પ્રતિ 10 ગ્રામ
  • હૈદરાબાદ, કેરળ, બેંગલુરુ, મુંબઈ: ₹ 95,500 પ્રતિ 10 ગ્રામ
  • ચેન્નાઈ: ₹ 95,500 પ્રતિ 10 ગ્રામ

ચાંદીના નવો ભાવ

  • અમદાવાદ, જયપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, દિલ્હી: ₹99,800 પ્રતિ કિલો
  • ચેન્નાઈ, મદુરાઈ, હૈદરાબાદ, કેરળ: ₹1,09,000 પ્રતિ કિલો
  • ભોપાલ, ઈન્દોર: ₹99,800 પ્રતિ કિલો

વધુ વાંચો- 25ની ઉંમરે કરો SIPમાં રોકાણ, ને 35ની વયે થઇ જશો 44,00,000 માલિક, સમજો ગણિત

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

24 carat gold rate today Gold Rate Today gold rate today ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ