બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગોલ્ડ લાઇફટાઇમ હાઇ સપાટીએ, સોનાના ભાવ કેમ સતત વધી રહ્યાં છે? મેળવો વિગત

બિઝનેસ / ગોલ્ડ લાઇફટાઇમ હાઇ સપાટીએ, સોનાના ભાવ કેમ સતત વધી રહ્યાં છે? મેળવો વિગત

Last Updated: 10:05 AM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે સોનાની કિંમતોએ પોતાના જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને હવે તે "લખટકિયા" બનવાની દિશામાં આગળ વધી રહી છે. MCX થી લઈને COMEX સુધી, સોનું હવે તેના જીવનકાળના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. ચાલો જાણીએ સોનાના ભાવ કેમ સતત વધી રહ્યાં છે?

2025માં જ્યાં શેર બજારમાં મોટું ઉથલપાથલ જોવા મળ્યું છે, ત્યાં બીજી તરફ સોનાની કિંમતો નવી ઉંચાઈએ પહોંચી છે અને અત્યાર સુધીમાં દરરોજ નવા રેકોર્ડ તોડી રહી છે. જો Gold Investors એટલે કે સોનામાં રોકાણ કરનારાઓને થયેલા નફા પર નજર નાખીએ, તો આ વર્ષના પહેલા ચાર મહિનામાં સોનાએ આશ્ચર્યજનક રીતે Year-to-Date (YTD) ધોરણે લગભગ 25 ટકા મજબૂત રિટર્ન આપ્યું છે.

સોનાની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી રહી છે, માત્ર ઘરના બજારમાં જ નહીં પરંતુ MCX અને COMEX બંને એક્સચેન્જ પર સોનાની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી છે.

લાઈફ ટાઈમ હાઈ પર સોનું

સોનાની કિંમતોમાં આવેલી તેજી પર જો નજર કરીએ, તો મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાએ ગયા અઠવાડિયે જ પોતાના લાઈફ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ્યું છે. 5 જૂનનું એક્સપાયરી ધરાવતું સોનું MCX પર 95,935 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. ફક્ત એપ્રિલ મહિના દરમિયાન જ સોનું લગભગ 5000 રૂપિયા મોંઘું થઈ ગયું છે. 1 એપ્રિલે 10 ગ્રામ સોનાની કિંમત MCX પર 90,875 રૂપિયા હતી, જ્યારે 2025ની શરૂઆતમાં તે લગભગ 78,000 રૂપિયા આસપાસ હતી.

gold-rate-final

ઘરના બજારમાં પણ સોનું સતત નવા શિખરો સર કરી રહ્યું છે. ગયા અઠવાડિયે બજારમાં 10 ગ્રામ સોનાંની કિંમત 98,000 રૂપિયાની ઉપર પહોંચી ગઈ હતી. એટલે કે, હવે તે લખટકિયા થવાની એકદમ નજીક છે. જો સોનાના દરમાં આવો જ વધારો ચાલુ રહ્યો, તો ટૂંક સમયમાં 10 ગ્રામ સોનાની કિંમત રૂપિયા 1 લાખના પાર પહોંચી શકે છે.

ઘરના બજારમાં સોનાનો દર

ઘરના બજારમાં સોનાની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. 999 શુદ્ધતા ધરાવતું 24 કેરેટ સોનું હવે 94,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. 22 કેરેટ સોનાની કિંમત 92,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 20 કેરેટ સોનાનો ભાવ 84,470 રૂપિયા છે. 18 કેરેટ સોનું ઘરના બજારમાં 76,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ધ્યાનમાં રાખવું જોઈએ કે અહીં જણાવેલ ભાવોમાં ટેક્સ અને મેકિંગ ચાર્જ સામેલ ન હોય. જો તમે સોનું કે ચાંદી ખરીદો છો અથવા આભૂષણ બનાવો છો તો મેકિંગ ચાર્જ અને GST અલગથી ચૂકવવું પડે છે.

gold-rate-1

શા માટે વધી રહી છે સોનાની કિંમત?

હવે પ્રશ્ન થાય કે સોનાની કિંમતો ઝડપથી કેમ વધી રહી છે? તો તેની પાછળનું મોટું કારણ એ છે કે જ્યારે પણ કોઈ અનિશ્ચિતતા હોય કેભૂ-રાજનૈતિક તણાવ, વેપારિક સંકટ કે કુદરતી આપત્તિ આવે ત્યારે સોનું સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે.

હાલમાં પણ ટ્રમ્પ ટેરિફના કારણે અમેરિકા અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે. આ સિવાય દુનિયાભરના શેર બજારમાં પણ અસ્થિરતા છે. મોંઘવારીને લઈ ચિંતા વધી રહી છે. અમેરિકન ડોલર પહેલાની તુલનામાં નીચે સરકી રહ્યો છે. આ બધા કારણોની સીધી અસર ગોલ્ડ રેટ પર પડી રહી છે અને તેથી ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

સોનાની શુદ્ધતા કેવી રીતે ચકાસવી?

સોનું ખરીદતી વખતે એ જાણી લેવું મહત્વપૂર્ણ છે કે તેની શુદ્ધતા કેટલી છે. દેશભરમાં સોનાંના ભાવમાં રાજ્ય મુજબની કરપધ્ધતિ, ઉત્પાદન શુલ્ક અને મેકિંગ ચાર્જના લીધે થોડો ફરક હોય શકે છે.

વધુ વાંચો : સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો?, એક અઠવાડિયામાં 24 કેરેટ 10 ગ્રામનો આટલો થયો ભાવ

સામાન્ય રીતે 22 કેરેટ સોનું જ આભૂષણ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટ સોનું પણ પસંદ કરે છે. આભૂષણ પર કેરેટ મુજબ હોલમાર્ક લખેલું હોય છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખાયેલું હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold price investment Gold rate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ