બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:18 PM, 17 May 2025
Gold Price : સોના-ચાંદીના ભાવમાં વધઘટ વચ્ચે જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. વાસ્તવમાં ભારતમાં સોનાના ભાવ ઘટી રહ્યા છે. 22 એપ્રિલના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ 99,358 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો પરંતુ ત્યારથી તે લગભગ 7% ઘટ્યો છે. એક્સિસ સિક્યોરિટીઝનું કહેવું છે કે, સોનું નબળાઈના સંકેતો બતાવી રહ્યું છે અને ડિસેમ્બર પછી પહેલીવાર 50-દિવસની મૂવિંગ એવરેજથી નીચે બંધ થઈ શકે છે.
ADVERTISEMENT
શું તમે જાણો છો સોનામાં આટલો ઘટાડો કેમ?
બ્રોકરેજ ફર્મ એક્સિસ સિક્યોરિટીઝ માને છે કે, વૈશ્વિક પરિબળો સોનાના ભાવને અસર કરી રહ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષા ઓછી થઈ ગઈ છે જેના કારણે સોનાની માંગમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત બોન્ડ યીલ્ડમાં વધારો અને ટ્રેડ વોરને કારણે રોકાણકારો સુરક્ષિત સંપત્તિ તરફ જવાનું ટાળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં $3,136ના સ્તરને સોના માટે એક મહત્વપૂર્ણ સપોર્ટ પોઈન્ટ માનવામાં આવે છે. પેઢી માને છે કે 16 મે થી 20 મે સુધીનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં ફેરફાર થઈ શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં $3,136 એક મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ છે. જો સોનું આ સ્તરથી નીચે આવે છે, તો તે $2,875-$2,950 સુધી ઘટી શકે છે.
ADVERTISEMENT
બજારમાં મંદી
અહેવાલો અનુસાર ભૂ-રાજકીય તણાવ અને નબળી માંગને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ છે. રશિયા અને યુક્રેનની વાતચીતમાં વિલંબ અને યુએસ આર્થિક ડેટામાં નબળાઈને કારણે રોકાણકારોનો સોના પ્રત્યે રસ વધ્યો છે, પરંતુ ઘટાડાનો ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે.
તો શું સોનું 88,000 રૂપિયા સુધી ઘટી શકે છે?
તાજેતરમાં એક ખાનગી મીડિયા હાઉસે બજાર નિષ્ણાતોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, ટૂંકા ગાળામાં સોનાના ભાવ $3,000 - $3,050 (રૂ. 87,000-88,000) સુધી ઘટી શકે છે. આનો અર્થ એ થયો કે, આ ઘટાડો રોકાણકારો માટે ખરીદીની તક બની શકે છે.
વધુ વાંચો : રોકાણકારોને કમાણીની તક! IPO લોન્ચ થયા પહેલા જ ગ્રે માર્કેટમાં 175 રૂપિયાનું પ્રીમિયમ
શું છે આ ઘટાડાનું કારણ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.