બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:20 AM, 16 April 2025
Gold Prices : સોનાના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં હાલ અંગ દઝાડતી ગરમી વચ્ચે હવે સોનાના ભાવમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને તે હવે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. આજે ફરી એકવાર સોનું સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે. સ્થાનિક બજાર MCX પર સોનાના ભાવ ₹94,500 ને પાર કરી ગયા જે અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર છે. ચાંદીનું પણ એવું જ છે. MCX પર ચાંદી 356 રૂપિયાના વધારા સાથે 95130 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે.
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય બજાર COMEX પર સોનું પણ $3,300 ની ખૂબ નજીક પહોંચી ગયું છે, જ્યારે યુએસ બજારમાં સ્પોટ ગોલ્ડ $3,281 ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં 6% થી વધુનો વધારો થયો છે જે વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે રોકાણકારોના વિશ્વાસમાં વધારો અને સોનાની મજબૂતાઈ દર્શાવે છે.
ADVERTISEMENT
હવે જાણો કેમ સોનાના ભાવમાં વધારો થયો?
સોનામાં આ વધારાનું સૌથી મોટું કારણ વૈશ્વિક સ્તરે વધતી જતી અનિશ્ચિતતા અને રોકાણકારોનો સુરક્ષિત રોકાણ તરફ વધતો ઝોક છે. ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકામાં સંભવિત વાપસી અને તેમની નીતિઓને લગતા ભયે રોકાણકારોને સાવધ બનાવ્યા છે. વેપાર યુદ્ધ, ભૂ-રાજકીય તણાવ અને વૈશ્વિક આર્થિક મંદી જેવા કારણોથી પણ બજારમાં અસ્થિરતા વધી છે જેના કારણે સોનું ફરી એકવાર સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. આ ઉપરાંત અમેરિકન ડોલરમાં નબળાઈ પણ સોનાના ભાવને ટેકો આપી રહી છે. જ્યારે ડોલર નબળો પડે છે ત્યારે અન્ય ચલણોમાં સોનું સસ્તું થાય છે જેના કારણે તેની માંગ વધે છે. આ જ કારણ છે કે, રોકાણકારો ગોલ્ડ ETFમાં મોટા પ્રમાણમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે જેના કારણે કિંમતો વધુ મજબૂત થઈ રહી છે.
આ તરફ ગોલ્ડ ETFમાં રોકાણમાં સતત વધારો થઈ રહ્યો છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, બજારના મોટા ખેલાડીઓ પણ સોના પ્રત્યે સકારાત્મક વલણ અપનાવી રહ્યા છે. ઘણા ફંડ હાઉસ અને સેન્ટ્રલ બેંકો પણ તેમના હોલ્ડિંગમાં સોનાનું પ્રમાણ વધારી રહ્યા છે જેના કારણે લાંબા ગાળાના રોકાણકારોમાં પણ વિશ્વાસ જોવા મળી રહ્યો છે. એકંદરે વૈશ્વિક અનિશ્ચિતતાઓ, ડોલરની નબળાઈ અને સલામત રોકાણની માંગને કારણે સોનું ફરી એકવાર રોકાણકારોની પ્રથમ પસંદગી બની ગયું છે. નિષ્ણાતો માને છે કે, જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં સોનું વધુ ઊંચાઈને સ્પર્શી શકે છે.
વધુ વાંચો : સપ્તાહના બીજા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત, જાણો કેટલાં અંકે ખુલ્યા સેન્સેક્સ-નિફ્ટી
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.