બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:51 AM, 15 May 2025
Gold Price Today : આજે 15 મે, 2025 અને ગુરુવારના દિવસે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર થયો છે. વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ ડોલરની મજબૂતાઈ અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની માંગમાં વધઘટને કારણે સોનાના ભાવ સતત બદલાતા રહે છે. આ સાથે ભારતમાં પણ આર્થિક પ્રવૃત્તિઓ અને સ્થાનિક માંગના આધારે સોનાના ભાવમાં વધઘટ ચાલુ રહે છે.
ADVERTISEMENT
રોકાણકારો માટે સોનાને હંમેશા સલામત અને વિશ્વસનીય વિકલ્પ માનવામાં આવે છે તેથી રોકાણકારો દરેક પરિવર્તન પર નજર રાખે છે. આ સમયે માત્ર ઝવેરીઓ જ નહીં પણ રોકાણકારો પણ સોનાના ભાવમાં થતા ફેરફારો પ્રત્યે ખૂબ જ સતર્ક છે જેથી તેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકે.
ADVERTISEMENT
આજે ભારતમાં સોનાનો ભાવ 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹9,393, 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹8,610 અને 18 કેરેટ સોના (જેને 999 સોનું પણ કહેવાય છે) માટે પ્રતિ ગ્રામ ₹7,045 છે. ભારતમાં આજે ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ ₹97 અને પ્રતિ કિલોગ્રામ ₹97,000 છે.
આજે ભારતમાં પ્રતિ ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ
ભારતમાં આજે પ્રતિ ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ
આજે ભારતમાં પ્રતિ ગ્રામ 18 કેરેટ સોનાનો ભાવ
મિસ્ડ કોલ દ્વારા સોનાનો ભાવ કેવી રીતે ચેક કરવો?
તમે સોનાના નવીનતમ ભાવ જાતે પણ સરળતાથી શોધી શકો છો. આ માટે તમારે ફક્ત એક મિસ્ડ કોલ (ખાલી કોલ) કરવાનો રહેશે. તમે 8955664433 પર મિસ્ડ કોલ આપીને 22 કેરેટ સોના અને 18 કેરેટ સોનાના ભાવ જાણી શકો છો. તમે ખાલી કોલ કરશો કે તરત જ તમને સોનાના ભાવ અંગેની માહિતી ધરાવતો SMS મળશે.
વધુ વાંચો : શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટી આટલા અંક ગગડ્યા
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.