બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:00 PM, 13 May 2025
Flipkart Minutes : વોલમાર્ટની માલિકીની ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે તેની ક્વિક કોમર્સ સેવા ફ્લિપકાર્ટ મિનિટ્સ (Flipkart Minutes ) ના વિસ્તરણને મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે. હવે આ સેવા દેશના ફક્ત 6 થી 8 મોટા શહેરોમાં જ ઉપલબ્ધ થશે. કંપની ખર્ચ નિયંત્રિત કરવા માટે આ પગલું ભરી રહી છે. હાલમાં ફ્લિપકાર્ટ મિનિટ્સ (Flipkart Minutes) સેવા દેશના 14 શહેરોમાં ઉપલબ્ધ છે અને તેમાં 300 થી વધુ ડાર્ક સ્ટોર્સ એટલે કે નાના વેરહાઉસ છે.
ADVERTISEMENT
ફ્લિપકાર્ટ ઓક્ટોબર 2025 સુધીમાં આ નેટવર્કને 500 થી 550 ડાર્ક સ્ટોર્સ સુધી વિસ્તારવાની યોજના ધરાવે છે. જોકે કંપનીના ગ્રુપ સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિએ એપ્રિલમાં કહ્યું હતું કે, વર્ષના અંત સુધીમાં આ સંખ્યા 800 સુધી પહોંચી શકે છે.
હવે જાણો ફ્લિપકાર્ટએ આ નિર્ણય કેમ લીધો?
ADVERTISEMENT
ફ્લિપકાર્ટ મિનિટ્સ (Flipkart Minutes) ની સીધી સ્પર્ધા Blinkit (Eternalની કંપની), Swiggy Instamart, Zepto, BigBasketની BB Now અને Amazon Now સાથે છે. અહેવાલો અનુસાર ભારતમાં કુલ ક્વિક કોમર્સ ઓર્ડરના 90 ટકાથી વધુ ઓર્ડર ફક્ત ટોચના 8 શહેરોમાંથી આવે છે. જેમાંથી દિલ્હી-NCR મુંબઈ અને બેંગલુરુ મુખ્ય છે. આ જ કારણ છે કે, કંપની હવે આ શહેરો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
શું સામાન્ય લોકો પર તેની અસર થશે ?
ફ્લિપકાર્ટ મિનિટ્સ (Flipkart Minutes) સેવા હવે દેશના 14 શહેરોને બદલે ફક્ત 8 શહેરોમાં ઉપલબ્ધ થશે. ફ્લિપકાર્ટના આ નિર્ણયને કારણે શક્ય છે કે મુખ્ય 8 શહેરો સિવાય અન્ય શહેરો ફ્લિપકાર્ટ મિનિટ્સ (Flipkart Minutes) સેવાનો લાભ મેળવી શકશે નહીં. આ કારણે તેમને ફક્ત પ્રમાણભૂત ડિલિવરી પર આધાર રાખવો પડી શકે છે. ફ્લિપકાર્ટનો આ નિર્ણય અને અભિગમ તેની હરીફ કંપની Swiggy જેવો જ છે. જ્યારે ઇટરનલ ગ્રુપનું Blinkit તેનો બજાર હિસ્સો વધારવા માટે સખત પ્રયાસ કરી રહ્યું છે ત્યારે કંપની નુકસાન સહન કરવા તૈયાર નહીં હોય.
શું છે ફ્લિપકાર્ટનો પ્લાન ?
એક અહેવાલ મુજબ ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ પહેલા 500 થી વધુ ડાર્ક સ્ટોર્સ ખોલવાની યોજના ધરાવે છે. પરંતુ તે જ સમયે કંપની પર તેના માસિક ખર્ચમાં 340-350 કરોડ રૂપિયાનો ઘટાડો કરવાનું દબાણ પણ છે. આ પગલું 2026 માં પ્રસ્તાવિત IPO માટે કંપનીની તૈયારીનો એક ભાગ માનવામાં આવે છે. ગયા મહિને ફ્લિપકાર્ટના બોર્ડે કંપનીના મુખ્ય મથકને સિંગાપોરથી ભારતમાં સ્થાનાંતરિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પ્રક્રિયા પહેલાથી જ ચાલી રહી છે અને તેનો હેતુ ભારતીય બજારમાં તેની પકડ મજબૂત કરવાનો અને IPO પહેલાં સ્થાનિક બજારમાં મજબૂત રીતે ઊભા રહેવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT