બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / સ્ટોક માર્કેટની મંદીમાં પણ 8 રૂપિયાના શેરનો જલવો! એક લાખનું રોકાણ 17200000 રૂપિયાને પાર
Last Updated: 11:17 PM, 18 March 2025
ભારતના શેર માર્કેટમાં અનેક એવા શેર છે જેને રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આવો જ પેની સ્ટોક છે એસોસિએટેડ આલ્કોહોલ એન્ડ બ્રેવરિઝ. આ શેરની કિંમત વર્ષ 2014માં 8 રૂપિયા જ હતી. પરંતુ અત્યારે તે BSE પર 1308 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. મતલબ કે તેની છેલ્લા 10 વર્ષમાં 1625 ટકા વૃદ્ધિ થઈ છે. જો કોઈ રોકાણકારે આ સ્ટોકમાં 10 વર્ષ પહેલાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો અત્યારે તે રકમ વધીને 1.72 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, મંગળવારે એસોસિએટેડ આલ્કોહોલ એન્ડ બ્રેવરિઝના શેરમાં એક ટકાનો ઘટાડો થયો હતો. છેલ્લા પાંચ વર્ષમાં તેના શેરમાં 814.45 ટકાનો ઉછાળો નોંધાયો છે. તો છેલ્લા એક વર્ષમાં તેના શેરમાં 190.59 ટકા વધારો થયો છે. તો છેલ્લા 6 મહિનામાં 40 ટકા અને છેલ્લા એક મહિનામાં 35 ટકા વધારો થયો છે.
ADVERTISEMENT
એસોસિએટેડ આલ્કોહોલ એન્ડ બ્રેવરિઝ દ્વારા ડિસેમ્બર ક્વોર્ટર માટે 327.02 કરોડનું વેચાણ કર્યું છે. જે તેના પહેલાના 190.91 કરોડટથી 71.29 ટકા વધુ છે. આ કંપનીનો શુદ્ધ લાભ 107.56 ટકાથી વધીને 26.09 કરોડ થઈ ગયું છે. જે ગયા વર્ષે 12.57 કરોડ હતું. એસોસિએટેડ આલ્કોહોલ એન્ડ બ્રેવરિઝમાં સેન્ટ્રલ પ્રોવિન્સ વિસ્કી, ટાઇટેનિયમ ટ્રીપલ ડીસ્ટિલ્ડ વોડકા સહિત 7 બ્રાન્ડનું એક પોર્ટફોલિયો છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
તમારા કામનું / શું તમારો પણ CIBIL સ્કોર ઘટી ગયો છે?, તો ટેન્શન છોડો, બસ અપનાવો આ 6 ટિપ્સ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.