બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / શું માર્કેટ માટે આવી રહ્યા છે સારા દિવસો? સેન્સેક્સ 65% વધી શકે, ઇક્વિટી-ગોલ્ડ રેશિયાનો છે ખેલ
Last Updated: 12:32 PM, 18 March 2025
શેરબજારમાં સપ્તાહના સતત બીજા દિવસે વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાના ભાવે ફરી એકવાર નવો રેકોર્ડ બનાવ્યો છે. સોનાના ભાવ 88400 રૂપિયા પર પહોંચી ગયા છે. વાત કરીએ શેર બજરની તો તે સપ્ટેમ્બરના ટોચ કરતાં 10 ટકાથી વધુ નીચે છે. ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી સતત પાંચ મહિના સુધી ઘટીને તેણે નવો રેકોર્ડ બનાવ્યો છે. જેને શેરબજાર અને તેના રોકાણકારો ક્યારેય યાદ રાખવા માંગશે નહીં. ત્યારે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શેરબજારના સારા દિવસો ક્યારે શરૂ થશે?
ADVERTISEMENT
શું ટૂંક સમયમાં આવશે સારા દિવસો?
આ એક એવો પ્રશ્ન છે જે દેશના 20 કરોડથી વધુ શેરબજારના રોકાણકારોના મનમાં ઉદભવી રહ્યો છે અને તેમને સતત પરેશાન કરી રહ્યો છે. જે નાના રોકાણકારોએ શેરબજારમાં પોતાની મૂડીનું રોકાણ આ વિશ્વાસ સાથે કર્યું હતું કે બીજે ક્યાંય નહીં તો તેઓ અહીં ચોક્કસ પૈસા કમાશે. છેલ્લા કેટલાક મહિનામાં એ વિશ્વાસ તૂટી ગયો છે. હવે સૌથી મોટું સંકટ ફરી એકવાર રોકાણકારોમાં શેરબજાર પ્રત્યે વિશ્વાસ પેદા કરવાનું છે. તાજેતરમાં એક અહેવાલ બહાર આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે શેરબજાર માટે ટૂંક સમયમાં સારા દિવસો આવવાના છે.
ADVERTISEMENT
આ રિપોર્ટ કોઈ રોકાણ બેંકનો નથી. એક એસેટ મેનેજમેન્ટ કંપનીના ડેટા પર આધારિત છે જેણે ઇક્વિટી-ગોલ્ડ રેશિયોના આધારે સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે આગામી ત્રણ વર્ષ શેરબજાર માટે કેવા રહેશે. ઇક્વિટી-ગોલ્ડ રેશિયોને સમજાવવાનો પ્રયાસ કરીએ અને જાણીએ કે ઇક્વિટી-ગોલ્ડ રેશિયો હેઠળ આગામી ત્રણ વર્ષમાં શેરબજાર કમાણીની દ્રષ્ટિએ સોનાને પાછળ છોડી દેશે.
ઇક્વિટી-ગોલ્ડ રેશિયો શું છે?
શેરબજાર અને સોનામાં ઉછાળો અને ઘટાડો સમજવા માટે બંનેનો રેશિયો સમજવો મહત્વપૂર્ણ છે. જેથી સમજી શકાય કે આવનારા બે થી ત્રણ વર્ષમાં કયા એસેટ ક્લાસમાં કમાણીની શક્યતા વધુ છે. એક મીડિયા રિપોર્ટમાં એક એસેટ મેનેજમેન્ટના સિનિયર અને માર્કેટિંગ અને ડિજિટલના હેડ કહે છે કે હાલમાં સોનાનું મૂલ્ય ઇક્વિટી કરતાં વધુ હોઈ શકે છે.
જો આપણે 1999 થી સેન્સેક્સ અને સોનાના ગુણોત્તરનું વિશ્લેષણ કરીએ તો આપણને જાણવા મળે છે કે જ્યારે આ રેશિયો 1 કરતા ઓછો હોય છે. ત્યારે શેરબજાર આગામી ત્રણ વર્ષમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. જ્યારે આ રેશિયો 1 કરતા વધુ હોય છે ત્યારે સોનું આગામી ત્રણ વર્ષમાં ઇક્વિટી કરતા વધુ સારું પ્રદર્શન કરી શકે છે. મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે જો આપણે વર્તમાન સમયની વાત કરીએ તો બંને વચ્ચેનો રેશિયો 0.86 છે જે લાંબા ગાળાના સરેરાશ 0.96 કરતા ઓછો છે. આનો અર્થ એ થયો કે સોનું થોડું વધુ મૂલ્યવાન છેઅને આગામી ત્રણ વર્ષમાં કમાણી શક્તિના સંદર્ભમાં શેરબજાર સોનાને પાછળ છોડી શકે છે.
વધુ વાંચો: સોનું ઓલ ટાઈમ હાઈ, ચાંદી પણ થઈ મોંઘી, જાણો આજે કેટલો છે 22 અને 24 કેરેટનો ભાવ
શેરબજાર નો આધાર સોનાના રેશિયો પર
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
તમારા કામનું / શું તમારો પણ CIBIL સ્કોર ઘટી ગયો છે?, તો ટેન્શન છોડો, બસ અપનાવો આ 6 ટિપ્સ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.