બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / દલાલોથી સાવધાન! કરોડો મેમ્બર્સને EPFOની વૉર્નિંગ, ફ્રીમાં અપાય છે આ સુવિધાઓ

કામની વાત / દલાલોથી સાવધાન! કરોડો મેમ્બર્સને EPFOની વૉર્નિંગ, ફ્રીમાં અપાય છે આ સુવિધાઓ

Last Updated: 05:36 PM, 19 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFO દ્વારા તેના દરેક સભ્યોને ચેતવણી આપવામાં આવી છે. EPFO રિલેટેડ દરેક કામગીરી હવે ઓનલાઈન ઉપલબ્ધ છે. જેથી ઓથોરિટી દ્વારા કહેવાયું છે કે કોઈ પણ દલાલોને EPFO સંબંધિત સોંપવું નહીં.

આજના ડિજિટલ યુગમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પણ પોતાના બધા કામ ઓનલાઈન કર્યા છે. પરંતુ ઘણા લોકો હજુ પણ પોતાનું કામ કરાવવા માટે એજન્ટો પાછળ દોડે છે. આ વાતને ધ્યાનમાં રાખીને EPFOએ તેના કરોડો સભ્યો માટે એક મોટી ચેતવણી જારી કરી છે. EPFOએ તેના સભ્યોને સલાહ આપી છે કે તેમની બધી ડિજિટલ સેવાઓ, પછી ભલે તે ક્લેમ દાખલ કરવાનો હોય,  પૈસા ઉપાડવા હોય, KYC અપડેટ કરવી હોય કે ફરિયાદ નોંધાવવી હોય તે બધી જ સેવાઓ મફત અને સુરક્ષિત તથા તમારા ઘરેથી ઉપલબ્ધ થાય છે. પરંતુ કેટલાક ખાનગી એજન્ટો આ મફત સેવાઓ માટે લોકો પાસેથી મોટી રકમ વસૂલ કરી રહ્યા છે. આનાથી તમને ફક્ત આર્થિક નુકસાન જ નથી થઈ રહ્યું, પરંતુ તે તેનાથી પર્સનલ માહિતી પણ જોખમમાં મુકાઇ રહી છે.

  • દલાલોથી કેમ રહેવું સાવધાન?
    EPFO એ તેના સભ્યોને સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈપણ થર્ડ પાર્ટી એજન્ટ, સાયબર કાફે અથવા ફિનટેક કંપનીની મદદ લેવાની જરૂર નથી. આ બધી સેવાઓ EPFO ના સત્તાવાર પોર્ટલ અને UMANG એપ પર ફ્રીમાં ઉપલબ્ધ છે. હવે તમે વિચારતા હશો કે આ દલાલો શું કરે છે? આ લોકો EPFO ના ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને ફક્ત તમારી ફરિયાદો નોંધાવે છે અથવા તમારા ક્લેમ દાખલ કરે છે અને બદલામાં ભારે ફી વસૂલ કરે છે.

તાજેતરના વર્ષોમાં EPFOએ તેની સેવાઓમાં સુધારો કર્યો છે. હવે તમારે KYC અપડેટ કરવા માટે ન તો એમ્પ્લોયરની મંજૂરીની જરૂર છે, ન તો તમારે EPFO ઓફિસની મુલાકાત લેવાની જરૂર છે. તમે આધાર ઓથેન્ટિકેશન દ્વારા તમારી પ્રોફાઇલ સરળતાથી અપડેટ કરી શકો છો. આ સિવાય 1 લાખ રૂપિયા સુધીના એડવાન્સ ક્લેમ હવે આપમેળે સેટલ થઈ જાય છે. એટલે કે, કોઈપણ મુશ્કેલી વગર તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે.

  • ઓટો સેટલમેન્ટથી બદલાયું ચિત્ર
    EPFOએ તેની સેવાઓને વધુ ઝડપી, પારદર્શક અને યુઝર્સ ફ્રેન્ડલી બનાવવા માટે ઘણા ફેરફારો કર્યા છે. ખાસ કરીને ઓટો સેટલમેન્ટની સુવિધાએ ખેલ બદલી નાખ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં આ સુવિધા હેઠળ 2.34 કરોડ ક્લેમનું આપમેળે સમાધાન કરવામાં આવ્યું હતું. આ ક્લેમ બીમારી, લગ્ન, શિક્ષણ અથવા ઘર સાથે સંબંધિત હતા. એટલે કે હવે તમારે નાના ક્લેમ માટે વારંવાર ઓફિસમાં જવાની જરૂર નથી. ફક્ત ઓનલાઈન અરજીથી પૈસા સીધા તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે.

પરંતુ આ બધું આટલું સરળ હોવા છતાં કેટલાક લોકો દલાલોની જાળમાં ફસાઈ રહ્યા છે. આ દલાલો ફક્ત તમારી પાસેથી પૈસા જ નથી લઈ રહ્યા પરંતુ આધાર નંબર, બેંક એકાઉન્ટની વિગતો અને EPFO ખાતાની માહિતી જેવી તમારી અંગત ઇન્ફોર્મેશન પણ લઈ રહ્યા છે. જો આ માહિતી ખોટા હાથમાં જાય તો તમારી પ્રાઈવસી જોખમમાં મુકાઈ શકે છે.

  • ફરિયાદ કરવી પણ સરળ
    જો તમને EPFO સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ પણ હવે ખૂબ જ સરળ છે. તમે તમારી ફરિયાદ CPGRAMS (સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ) અથવા EPFiGMS (EPF ઇન્ટિગ્રેટેડ ગ્રીવન્સ મેનેજમેન્ટ સિસ્ટમ) પોર્ટલ પર કરાવી શકો છો. આ પોર્ટલ પર ફરિયાદ કરવી સંપૂર્ણપણે મફત છે. તેનું નિરાકરણ પણ સમયસર કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2024-25માં  EPFiGMS પર 16,01,202 ફરિયાદો નોંધાઈ હતી અને CPGRAMS પર 1,74,328 ફરિયાદો નોંધાઈ હતી. તેમાંથી 98 ટકા ફરિયાદોનો નિયત સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવ્યો હતો. આથી જો તમને કોઈ સમસ્યા હોય તો તમે સીધા આ પોર્ટલો પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો. તેના માટે કોઈ દલાલ કે કોઈ સાયબર કાફેની જરૂર નથી.

app promo6
  • EPFOની ડિજિટલ સેવાઓ: શું ફ્રી?

ક્લેમ ફાઈલ કરવો: તમારે PF ઉપાડની જરૂર હોય કે એડવાન્સ, તમે EPFO પોર્ટલ અથવા UMANG એપ દ્વારા સરળતાથી ક્લેમ દાખલ કરી શકો છો.

KYC અપડેટ: આધાર, PAN કે બેંક વિગતો અપડેટ કરવા માટે એમ્પ્લોયરની મંજૂરીની જરૂર નથી. આધાર ઓથેન્ટિકેશન દ્વારા આ કામ થોડા જ સમયમાં થઈ જાય છે.

પ્રોફાઇલ અપડેટ: નામ, જન્મ તારીખ અથવા સરનામું જેવી તમારી પર્સનલ ડિટેઈલ  અપડેટ કરવી હવે વધુ સરળ છે.

વધુ વાંચો :SBI યુઝર્સ એલર્ટ! 15 જુલાઇ પહેલા પતાવી દેજો આ કામ, નહીંતર ભરવા પડશે વધારે રૂપિયા

ફરિયાદ કરવી : કોઈપણ સમસ્યાના કિસ્સામાં EPFiGMS અથવા CPGRAMS પર જઈને ફરિયાદ નોંધાવો. તેનો ઉકેલ ઝડપથી અને ફ્રીમાં ઉપલબ્ધ થશે.

ઓટો સેટલમેન્ટ: 1 લાખ રૂપિયા સુધીના એડવાન્સ ક્લેમ હવે ઓટોમેટિકલી સેટલ થાય છે. આ બધી સુવિધાઓ માટે તમારે એક પૈસો પણ ખર્ચવાની જરૂર નથી. ફક્ત તમારે EPFO ના સત્તાવાર પોર્ટલની મુલાકાત લેવાની રહેશે અથવા UMANG એપ ડાઉનલોડ કરવાની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Free Facility UMANG App EPFO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ