બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:31 PM, 19 June 2025
સોનાનો ભાવ સતત વધી રહ્યો છે, ખાસ કરીને જેમના ઘરમાં આગામી દિવસોમાં લગ્ન જેવા પ્રસંગ છે. લાખ રૂપિયાને ટચ થઈ ગયેલ સોનું મધ્યમ વર્ગની પહોંચની બહાર થઈ ગયું છે. આ વર્ષે રોકાણકારો માટે સોનું સુપરસ્ટાર રહ્યું છે. જાન્યુઆરીમાં સોનાનો ભાવ 2,600 ડોલર પ્રતિ ઔંસથી વધીને 3,355 ડોલર પ્રતિ ઔંસ થયું છે એટલે કે સોનામાં લગભગ 30 ટકાનો વધારો થયો છે પરંતુ હવે સોનાના દિવસો પૂરા થવાના છે.
ADVERTISEMENT
સિટી રિસર્ચે સોનાના ભાવમાં ઘટાડાની આગાહી કરી છે. તેના અહેવાલમાં કહ્યું છે કે વૈશ્વિક અર્થતંત્રના વિકાસની સંભાવનાઓ સુધરવા જઈ રહી છે. સોનાને ટ્રિગર કરતા પરિબળો દેખાતા નથી. અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે વર્ષ 2026 ના બીજા ભાગ સુધીમાં સોનાનો ભાવ ઘટીને 2500-2700 ડોલર પ્રતિ ઔંસ થઈ શકે છે. એક્સપર્ટ અનુસાર, આગામી દિવસોમાં સોનામાં મોટો સુધારો જોવા મળી શકે છે. ટૂંકા ગાળામાં સોનું નબળું પડી શકે છે. જોકે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સોનાની માંગ વધી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ એટલી ગંભીર છે પણ પરંતુ સોનું રિએક્ટ નથી કરી રહ્યું. સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે. આગામી 2 મહિનામાં સોનામાં વધુ ઘટાડો થઈ શકે છે તેવો અંદાજ છે. જો યુદ્ધ ટળી જાય અને વૈશ્વિક તણાવનો અંત આવે તો સોનાના ભાવ એક વર્ષમાં 30 ટકા સુધી ઘટી શકે છે.
ADVERTISEMENT
જો વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં 12-15% ઘટાડો થાય છે તો ભારતમાં પણ સોનાના ભાવ ઘટી શકે છે. સોનું 80000 થી 85000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઘટી શકે છે. જો વૈશ્વિક માર્કેટમાં સોનાનો ભાવ 30% ઘટે છે, તો ભારતમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 68,950 રૂપિયા સુધી ઘટી શકે છે.
ADVERTISEMENT
જો તમે સોનું ખરીદવા માંગતા હો તો તમે થોડી રાહ જોઈ શકો છો. જ્યારે કિંમત 85 હજાર રૂપિયાની આસપાસ પહોંચે ત્યારે તમે ખરીદી શકો છો. જોકે સોનાનો ભાવ ગ્લોબલ ગતિવિધિઓ પર આધાર રાખે છે.
ADVERTISEMENT
(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.