બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / અંબાણી-અદાણી ફરીથી નંબર 1-2 પર, અબજોપતિઓનું નવું લિસ્ટ જાહેર, ઉદ્યોગપતિઓ ચોંકી ઉઠ્યાં
Last Updated: 11:42 AM, 24 May 2025
Bloomberg Billionaires Index : મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને લઈ ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સની યાદી અપડેટ કરવામાં આવી છે. આ યાદીમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંને નંબર 1 અને નંબર 2 પર જોવા મળ્યા છે. અહીં ખાસ વાત એ છે કે, વિશ્વના 500 અબજોપતિઓમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી એકમાત્ર એવા અબજોપતિ છે જેમની કુલ સંપત્તિમાં $1 બિલિયનથી વધુનો વધારો થયો છે.
ADVERTISEMENT
આ મામલે અંબાણી અને અદાણી ટોચ પર પહોંચ્યા
23 મેના રોજ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની નેટવર્થમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં $2 બિલિયનથી વધુનો વધારો થયો છે. જ્યારે ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં 1 અબજ ડોલરથી વધુનો વધારો જોવા મળ્યો છે. 23 મેના રોજ દુનિયાના બીજા કોઈ 500 અબજોપતિની સંપત્તિમાં આટલો મોટો વધારો જોવા મળ્યો નથી. જેના કારણે આ બાબતમાં મુકેશ અંબાણી નંબર 1 અને ગૌતમ અદાણી નંબર 2 પર જોવા મળે છે. આ બે પછી ઇન્ડોનેશિયા, જાપાન અને મેક્સિકોના અબજોપતિઓની સંખ્યા જોવા મળે છે. જો આપણે ટોચના 10 વિશે વાત કરીએ તો 5 અબજોપતિઓના નામ ભારતના છે. જેમાં શિવ નાદર, શાહપુર મિસ્ત્રી અને રવિ જયપુરિયાના નામનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિ કેટલી?
મુકેશ અંબાણીની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો તે 104 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. 23 મેના રોજ તેમની કુલ સંપત્તિમાં 2.35 બિલિયન ડોલરનો વધારો જોવા મળ્યો. હવે ચાલુ વર્ષમાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 13 બિલિયન ડોલરનો વધારો જોવા મળ્યો છે. હાલમાં મુકેશ અંબાણી વિશ્વના 17મા સૌથી ધનિક ઉદ્યોગપતિ અને એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ બની ગયા છે. બીજી તરફ 23 મેના રોજ ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં $1.72 બિલિયનનો વધારો થયો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $82.3 બિલિયન સુધી પહોંચી ગઈ છે. ચાલુ વર્ષમાં ગૌતમ અદાણીની કુલ નેટવર્થમાં $3.64 બિલિયનનો વધારો જોવા મળ્યો છે. હવે ગૌતમ અદાણી વિશ્વના 20મા સૌથી ધનિક ઉદ્યોગપતિ બની ગયા છે.
વધુ વાંચો : શું આપ ઇચ્છો છો કે લાઇફમાં ક્યારેય નહીં થાય પૈસાની તંગી? આજથી જ ફોલો કરો આ ટિપ્સ
ટોચના અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો
જો આપણે વિશ્વના ટોચના અબજોપતિઓની નેટવર્થ વિશે વાત કરીએ તો એલન મસ્કની સંપત્તિમાં $1.14 બિલિયનનો ઘટાડો જોવા મળ્યો છે. જે બાદ તેમની કુલ સંપત્તિ $374 બિલિયન થઈ ગઈ છે. જેફ બેઝોસની કુલ સંપત્તિમાં $1.95 બિલિયનનો ઘટાડો જોવા મળ્યો છે, માર્ક ઝુકરબર્ગની કુલ સંપત્તિમાં $3.29 બિલિયનનો ઘટાડો જોવા મળ્યો છે, અને લેરી એલિસનની સંપત્તિમાં $1.35 બિલિયનનો ઘટાડો જોવા મળ્યો છે. સ્ટીવ બાલ્મર, લેરી પેજ, સેર્ગેઈ બ્રિનની નેટવર્થમાં પણ $1 બિલિયનનો ઘટાડો જોવા મળ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT