બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / વિશ્વના અરબપતિઓની લિસ્ટમાં મોટી ઉથલપાથલ, જેફ બેઝોસને પાછળ છોડી બીજા નંબરે પહોંચ્યા આ વ્યક્તિ
Last Updated: 12:54 PM, 9 May 2025
અરબપતિઓ વચ્ચેની રેસમાં મોટો ઉથલપાથલ જોવા મળી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી મોટી સોશિયલ મીડિયા કંપનીઓના માલિક અને Metaના CEO માર્ક ઝુકરબર્ગ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને પાછળ છોડીને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, ઝુકરબર્ગની કુલ સંપત્તિ હવે $212 બિલિયન થઈ ગઈ છે, જ્યારે જેફ બેઝોસની સંપત્તિ ઘટીને $209 બિલિયન થઈ છે.
ADVERTISEMENT
ગયા સોમવારે એટલે કે 5 મેના રોજ ઝુકરબર્ગની સંપત્તિમાં $846 મિલિયન (લગભગ ₹7 હજાર કરોડ)નો વધારો થયો હતો જ્યારે બેઝોસને $2.90 બિલિયન (લગભગ ₹24 હજાર કરોડ)નું નુકસાન થયું હતું.
ADVERTISEMENT
માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં વધારો થવાનું સૌથી મોટું કારણ મેટાના શેરમાં વધારો છે. ગયા મહિને Metaના શેરમાં 16%થી વધુનો વધારો થયો હતો, જ્યારે એમેઝોનના શેરમાં ફક્ત 6.33% નો વધારો થયો હતો. આ સિવાય Metaએ આ વર્ષના ફર્સ્ટ ક્વોર્ટરમાં $42.31 બિલિયનની કમાણી કરી હતી, જે અપેક્ષા કરતાં વધુ હતી. કંપનીને અપેક્ષા છે કે સેકન્ડ ક્વોર્ટરમાં પણ તેની આવક $45.5 બિલિયન સુધી પહોંચી શકે છે.
વર્ષ 2025ની શરૂઆતથી ઝુકરબર્ગે 4.63 બિલિયન ડોલરની કમાણી કરી છે. સોમવારે તેઓ ટોચના 3 ધનિકોમાં એકમાત્ર એવા હતા જેમની સંપત્તિમાં વધારો જોવા મળ્યો હતો.
સૌથી ધનિક વ્યક્તિમાં હજુ પણ ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલોન મસ્ક સૌથી આગળ છે. તેમની કુલ સંપત્તિ 331 બિલિયન ડોલર છે. તાજેતરમાં મસ્કે જણાવ્યું હતું કે તેઓ હવે US સરકારના વિભાગ 'Department of Government Efficiency (DOGE' ને ઓછો સમય આપશે અને ટેસ્લા પર વધુ ફોકસ કરશે. આ નિવેદન બાદ ટેસ્લાના શેરમાં પણ 5%નો ઉછાળો આવ્યો હતો. જોકે એ પણ હકીકત છે કે આ વર્ષે ટેસ્લાના શેર 40% થી વધુ ઘટ્યા છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતા ફેલાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.