બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:43 AM, 28 April 2025
Apple એ એક મોટો નિર્ણય લેતા જાહેરાત કરી છે કે તે 2026 સુધી અમેરિકા માટે બનાવવામાં આવતા તમામ iphone ભારતમાં તૈયાર કરશે. અમેરિકા અને ચીનના વધતાં ટ્રેડ વોર વચ્ચે Apple એ આ રણનીતિક પગલું ભર્યું છે. કંપનીનો ટાર્ગેટ છે કે તે ચીન પર પોતાની નિર્ભરતાને ઘટાડે અને ભારત જેવા દેશોમાં પોતાનું પ્રોડક્શન વધારે. રિપોર્ટ અનુસાર, Apple એ 2017 માં જ ભારતમાં પ્રોડક્શનની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે તેને બેંગલુરુમાં iPhone 6s અને iPhone SE મોડલ્સ બનાવવાના શરૂ કર્યા હતા. ત્યારે અમેરિકાએ ચીનથી આવતા સામાન પર ભારે ટેક્સ લગાવ્યા હતા, જેનાથી કંપનીને નવો વિકલ્પ શોધવો પડ્યો.
ADVERTISEMENT
ભારતમાં iPhone ઉત્પાદનનો ઝડપથી વધતો ભાગ
રિપોર્ટ અનુસાર, 2024 સુધી દુનિયાભરમાં બનતા iPhones નું લગભગ 14% પ્રોડક્શન કરી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ આંકડો વર્ષના અંત સુધી 25% સૂધી પહોંચી શકે છે. Apple નું લક્ષ્ય છે કે 2026 સુધી ભારતમાં દર વર્ષ 60 મિલિયનથી વધુ iphone બનાવવામાં આવે, જેથી અમેરિકાની માંગ પૂરી થઈ શકે. અમેરિકામાં દર વર્ષે 60 મિલિયનથી વધારે iphon વેચાય છે, એટલા માટે Apple માટે આ બજાર ખૂબ જ અગત્યનું છે. કંપની ચીનમાં પ્રોડક્શન ચાલુ રાખતા પણ ભારતમાં મોટા પ્રમાણમાં પ્રોડક્શનની યોજના બનાવી રહી છે.
ADVERTISEMENT
🚨 JUST IN: Apple to Shift All U.S. iPhone Production to India by 2026 🇺🇸➡️🇮🇳
— scoopist (@scoopistin) April 25, 2025
📈 Doubling output to 60M+ units annually
💰 Aims to dodge Trump's 145% tariffs
🔧 Foxconn & Tata Electronics lead the charge
Apple's biggest pivot in decades. Is this the end of "Made in China"? 🧭… pic.twitter.com/hB85wn3JjN
ચીનથી ઇમ્પોર્ટ પર ભારે ટેક્સ
ચીનથી ઇમ્પોર્ટ થતાં સ્માર્ટફોન્સ પર અમેરિકાએ ભારે ટેક્સ લગાવ્યા છે. પહેલા આ દર 20% હતો, પરંતુ હવે વધીને 14% થઈ ગયો છે. આનાથી Apple જેવી કંપનીઓ માટ ચીનથી ઇમ્પોર્ટ મોંઘો થઈ ગયો છે. જોકે Apple ના CEO ટીમ કૂકે આ ટેક્સથી છૂટ મેળવવા માટે પ્રયત્ન કરી રહી હતી, પરંતુ અત્યારે કોઈ રાહત નથી મળી. બીજી બાજુ ભારત સરકારે પણ અમેરિકાથી આવતા સમાન પર 26% ટેક્સ લગાવ્યો છે, જેને અસ્થાયી રૂપે 90 દિવસો માટે રોકવામાં આવ્યો છે જેથી ભારત અને અમેરિકા વચ્ચે વાતચીત થઈ શકે. આ સમયે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડીવેન્સ ભારત પ્રવાસે છે, જેથી આ આશા છે કે કઈક સમાધાન નીકળશે.
વધુ વાંચો: શ્વાસ લેવામાં તમે તો નથી કરી રહ્યાં ને આ ભૂલ, નહીંતર મગજ પર કરશે સીધી અસર
ભારતઆમં પ્રોડક્શન વધારવાની યોજના અને ભવિષ્યની આશા
Apple હવે ભારતમાં પોતાના ફોન બનાવવાનું કામ ખૂબ વધારી રહ્યું છે. બેંગલુરુમાં જે ફેક્ટર જૂના iphone મોડલ્સ બનાવતી હતી, હવે તે ફેક્ટરી નવા iphone મોડલ્સ બનાવવાનું મોટું સેન્ટર બની જશે. તમામ ઇન્વેસ્ટર અને બજારના નિષ્ણાત હવે Apple ની આગમી તિમાહી પર કમાણીની રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે, જે આગામી સપ્તાહમાં આવશે. અમેરિકા Apple ના કુલ iphone વ્યવસાયનો લગભગ 28% ભાગ છે. એટલા માટે જો ભારતથી અમેરિકા માટે iphone મોકલવામાં આવશે તો આની Appleની કમાણી પર સીધી અસર પડી શકે છે. Apple ને આશા છે કે ભારત ઉત્પાદન વધારવાથી તેની પાસેથી ભારે ટેક્સની રાહત મળશે અને અમેરિકાના બજારમાં મજબૂતી જાળવી રાખશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.