બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:28 AM, 20 April 2025
શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવની અસર વિશ્વભરમાં જોવા મળી છે. આ અસર માત્ર માર્કેટમાં ટ્રેડિંગ પૂરતી જ નથી. પરંતું હવે તેની અસર વધારે રોકાણ યોજનાઓ પર પણ જોવા મળી રહી છે. જી હાં આપણે SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ. માર્ચ 2025 ક્વાર્ટરમાં નવા SIP નોંધણીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને લોકો જૂના SIP પણ બંધ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
2024 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જ્યારે બજારમાં તેજી હતી, ત્યારે દર મહિને સરેરાશ 6.77 લાખ નવી SIP શરૂ થઈ રહી હતી. જ્યારે 2025 ના પ્રથમ ક્વાર્ટરમાં એકદમ અલગ જ વલણ જોવા મળ્યું હતું. હવે દર મહિને સરેરાશ 8.9 લાખ SIP ખાતા બંધ થઈ રહ્યા છે. જો આપણે ફક્ત માર્ચ 2025 પર નજર કરીએ તો, નવા SIP રજીસ્ટ્રેશન ઘટીને 4.02 લાખ થયા, જે ફેબ્રુઆરી કરતા લગભગ 10% ઓછા છે. માર્ચના અંત સુધીમાં SIP ખાતાઓની કુલ સંખ્યા 100.5 મિલિયન હતી. જુલાઈ 2024 માં ચોખ્ખી SIP વૃદ્ધિ +3.9% હતી, જ્યારે માર્ચમાં આ આંકડો -1.1% પર પહોંચી ગયો. એટલે કે આ યોજનામાં જોડાવા કરતાં વધુ રોકાણકારો બહાર નીકળી રહ્યા છે.
ગયા વર્ષે જુલાઈમાં SIP રજીસ્ટ્રેશને રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં 7.26 મિલિયન નવા SIP ઉમેરાયા હતા. પરંતુ હવે બજાર ઘટવા લાગ્યું હોવાથી રોકાણકારોનો વિશ્વાસ પણ નબળો પડતો જણાય છે. તેના કારણે હવે SIP બંધ કરવા લાગ્યા છે. 2024 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દર મહિને સરેરાશ 3.81 મિલિયન SIP બંધ થઈ રહ્યા હતા, જ્યારે 2025 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં આ સંખ્યા વધીને 5.59 મિલિયન થઈ ગઈ.
કેટલાક નિષ્ણાંતો કહે છે કે SIPમાં ઘટાડો બજારના વધઘટ સાથે સીધો જોડાયેલો છે. રોકાણકારો હવે તેજીના બજાર દરમિયાન થયેલી ભૂલોને સુધારી રહ્યા છે અને આ વધારે જોખમવાળી યોજનાઓમાંથી બહાર નીકળી રહ્યા છે. બજારના વલણોને જોતા ઘણા લોકોએ એવા ભંડોળમાં રોકાણ કર્યું જે સંરક્ષણ, પર્યટન, મૂડી બજાર જેવા થીમ આધારિત ક્ષેત્રો સાથે સંબંધિત હતા. કેટલાકે બહુ વિચાર્યા વિના સ્મોલ અને માઇક્રોકેપ ફંડ્સમાં રોકાણ કર્યું. હવે જ્યારે આ ક્ષેત્રોની હાલત ખરાબ છે, ત્યારે રોકાણકારો પણ તેમના નિર્ણયો પર ફરી વિચાર કરી રહ્યા છે.
બજારમાં કડાકો 27 સપ્ટેમ્બર, 2024 ના રોજ શરૂ થયો હતો. ત્યારથી નિફ્ટીમાં 9.6%, મિડ-કેપ્સમાં 14% અને સ્મોલ-કેપ્સમાં 17%નો ઘટાડો થયો છે. ઓક્ટોબર-ડિસેમ્બરમાં SIP ફ્લો સારો હતો, પરંતુ હવે રોકાણકારોના મનમાં ઇક્વિટી અંગે શંકાઓ વધી રહી છે. SIP બંધ કરવાને બદલે નિષ્ણાતો રોકાણ વ્યૂહરચના પર ફરી વિચાર કરવાની સલાહ આપે છે. જો કોઈ ફંડ સારું પ્રદર્શન ન કરી રહ્યું હોય, તો તેને શિફ્ટ કરો. જો તમે લાંબા સમય સુધી SIP ચાલુ રાખશો તો જ તમને તેનો ફાયદો મળી શકે છે. એવી જ રીતે ઘટતા બજારમાં સસ્તા યુનિટ ખરીદવા ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વધુ વાંચો : રોકાણકારો માટે ખુશખબર! ICICI બેંકને 12630 કરોડનો નફો, ડિવિડન્ડની કરી જાહેરાત
નિષ્ણાંતો કહી રહ્યા છે કે બજારની હાલની ઉથલપાથલે ચોક્કસપણે રોકાણકારોને વિચારવા મજબૂર કર્યા છે, પરંતુ SIP હજુ પણ લાંબા ગાળાના રોકાણનો એક સારો માર્ગ છે. આ સમય ગભરાવાનો નથી, પરંતુ તમારા ભંડોળની સમજદારીપૂર્વક સમીક્ષા કરવાનો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બજાર સ્થિર થતાંની સાથે જ રોકાણકારોનો વિશ્વાસ પાછો આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.