બ્રેકિંગ ન્યુઝ
VTV / bus fell in narmada river near khargone
Pravin
Last Updated: 04:34 PM, 18 July 2022
ADVERTISEMENT
મધ્ય પ્રદેશના ખરગોન અને ધાર જિલ્લાની સરહદ પર 55 મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટના ખાલઘાટમાં બનેલા નર્મદા પુલની હોવાનું કહેવાય છે. આ બસ ઈન્દૌરથી મહારાષ્ટ્ર જઈ રહી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, પોલીસ પ્રશાસન રેસ્ક્યૂ ઓપરેશન કરી રહ્યા છે. ખરગોન ધાર ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા છે. બસમાં જેટલા લોકો સવાર હતા, તેટલા મર્યા હોવાનું કહેવાય છે, જો કે, હાલમાં ચોક્કસ આંકડો સામે આવ્યો નથી, જો કે, એસપી ખરગોન ધર્મવીર સિંહનું કહેવુ છે કે, હાલમાં 13 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
ADVERTISEMENT
12 people dead, 15 rescued after a Maharashtra Roadways bus going from Indore to Pune falls off Khalghat Sanjay Setu in Dhar district, says Madhya Pradesh minister Narottam Mishra. pic.twitter.com/h4FuW2B3Ch
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 18, 2022
આ દુર્ઘટના આગરા-મુંબઈ હાઈવે પર થઈ હતી. આ રોડ ઈન્દૌરથી મહારાષ્ટ્રને જોડે છે. ઘટનાસ્થળ ઈન્દૌરથી 80 કિમી દૂર છે. જેને સંજય સેતુ પુલથી બસ પડી, તે બે જિલ્લા ધાર અને ખરગૌનની સરહદ પર બનેલો છે. અડધો ભાગ ખલઘાટ અને અડધો ભાગ ખલટાકા (ખરગૌન)માં છે. ખરગોનના પણ કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા છે.
સવારે પોણા દશ વાગે ધામનોદમાં ખલઘાટ પાસે નર્મદા નદીમાં મુસાફરો ભરેલી બસ પડી ગઈ હતી. બસ ઈન્દૌરથી પુણે જઈ રહી હતી. મહિલાઓ અને બાળકો સહિત કુલ 40 મુસાફરો બેઠેલા હતા. અત્યાર સુધીમાં 13 મૃતદેહ મળી આવ્યા છે. આ બસ ટૂ લેન પુલની રેલીંગ તોડીને નદીમાં ખાબકી હતી. આ પુલ ખૂબ જૂનો હોવાનું કહેવાય છે, આ બસ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.