નિર્ભયા દુષ્કર્મ જેવી વધુ એક ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી નીકળેલી બસમાં બસ ડ્રાઈવરે પરપ્રાંતીય મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. પોરબંદરના રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદમાં નોંધાઇ હતી. ત્યારે હવે
છોટાઉદેપુર-પોરબંદરથી નીકળેલી બસમાં ઘટના
બસચાલકે પરપ્રાંતીય મહિલા સાથે કૃત્ય આચર્યુ
કડક કાર્યવાહી હાથ ધરાઇ
છોટાઉદેપુર-પોરબંદરથી નીકળેલી બસમાં મહિલા સાથે દુષ્કર્મ ઘટના સામે આવી હતી. જેમાં બસચાલકે પરપ્રાંતીય મહિલા સાથે ચાલુ બસે આવું કૃત્ય આચર્યુ હતું. 30 વર્ષની મહિલા સાથે ચાલુ બસે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઇ છે. ભોગ બનનાર મહિલા નશાની હાલત હોવાથી આવું કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ મહિલાએ પોરબંદર પોલીસને ફોન કરીને મદદ માંગી છે. તમામ બસો ચેક કરીને રાણાવાવ પોલીસે કાર્યવાહી હાથધરી હતી. ત્યારે પોલીસે રાણાકંડોરણા નજીકથી બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલ રાણાવાવ પોલીસ ઝીરો નંબર ફરિયાદની પ્રક્રિયા હાથધરી છે. ચાલુ બસે બસની છત પર દુષ્કર્મ આચર્યાની મહિલાએ ફરિયાદ કરી છે.
ફરિયાદમાં મહિલાએ શું નોંધાવ્યું?
મહિલાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું કે છોટાઉદેપર નજીક એક હોટલમાં નાસ્તા પાણી માટે મુસાફરો ઉતર્યા હતા. આ દરમિયાન બસના ડ્રાઇવરે મહિલાને બસની છત પર લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનારી મહિલા નશાની હાલતમાં હતી. જ્યારે આ મહિલાને ભાન આવ્યું ત્યારે તે પોરબંદર હતી. જ્યાં તેમણે પોલીસની મદદ માંગી અને રાણાવાવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બે આરોપીઓની ધરપકડ
રાણાવાવ પોલીસે રાણાકંડોરણા નજીકથી જ બસ રોકાવીને બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. બસ સહિત રાણાવાવ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. આ અંગે વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.