બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:54 AM, 3 December 2024
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સામે આવી છે, જેમાં એક બસ અચાનક એક વ્યક્તિ પર ચડી જાય છે. આ ઘટના કેરળની છે, જેમાં એક વ્યક્તિ ભયાનક દુર્ઘટનાનો શિકાર બનતા-બનતા બચી ગયો. આ ઘટના ત્યારે બની જ્યારે તે બસ સ્ટોપ પર બેંચ પર બેસીને પોતાનો ફોન વાપરી રહ્યો હતો. તે એક ગંભીર અકસ્માતથી માંડ-માંડ બચી ગયો કારણ કે બસ તેને લગભગ કચડી જ નાખવાની હતી. જોકે, ડ્રાઈવરે સમયસર બ્રેક લગાવી દીધી.
ADVERTISEMENT
A young man found himself extremely lucky after a moving bus climbed upon him at #Kattappana bus stand in #Kerala’s #Idukki district on Sunday, December 1.
— Hate Detector 🔍 (@HateDetectors) December 2, 2024
A video of the incident has gone viral showing the young man sitting and scrolling his phone when suddenly, the bus climbs… pic.twitter.com/jf1pWzjKhV
X પર શેર કરવામાં આવેલા આ વીડિયો CCTV ફૂટેજ છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એક યુવક બેન્ચ પર બેઠો છે અને પોતાનો ફોન વાપરી રહ્યો છે. અચાનક જ બસ આવી અને બમ્પર તેની છાતી પર પહોંચી ગયું પછી બસ અટકી ગઈ. આ યુવક નસીબદાર હતો કે ડ્રાઇવરે યોગ્ય સમયે બ્રેક લગાવી દીધી અને બસને પાછી કરી, જેના લીધે આ યુવકને કોઈ ગંભીર ઇજાઓ ન થઈ.
ADVERTISEMENT
જો કે આ વ્યક્તિના ઘૂંટણમાં ઇજા થઈ હતી. આ ઘટના પછી તરત જ આસપાસ ઉભેલા લોકો આ આ યુવક પાસે આવી ગયા અને તે ઠીક છે કે કેમ, એ વિશે પૂછવા લાગ્યા. અહેવાલો અનુસાર, ડ્રાઈવર બસને રિવર્સ કરવા માંગતો હતો પરંતુ તેના બદલે કાબૂ ગુમાવ્યા બાદ બસ આગળ ચાલી ગઈ હતી. એ તો સારું છે કે ઘટનામાં મોટી ઇજા નથી થઈ, પણ વીડિયો જોઈને હ્રદયના ધબકારા વધી જશે.
આ પણ વાંચો: ગગનયાન મિશન ક્યારે થશે લોન્ચ? ISRO ચીફે સમયનું કર્યું એલાન, ચંદ્રયાન 4 પર આપ્યું મોટું અપડેટ
બસ પાર્ક કરવામાં ઘટી ઘટના
માહિતી અનુસાર, આ ઘટના બની ત્યારે બસ ચાલક સ્ટેન્ડ પર બસ પાર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભલે વ્યક્તિને કંઈ ન થયું હોય, પણ તે એક મોટી અને આઘાતજનક ઘટનામાં ફેરવાઈ શકે એમ હતું. માહિતી અનુસાર, આ ઘટના રવિવાર, ડિસેમ્બર 1 ના રોજ કેરળના ઇડુક્કી જિલ્લામાં કટ્ટપ્પના બસ સ્ટેન્ડ પર બની જયારે એક બસ એક યુવક પર ચઢી ગઈ. જો કે યુવક ભાગ્યશાળી હતો કે બચી ગયો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે
ADVERTISEMENT