બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં બમ્પર ભરતી, 7 પાસથી લઈને સ્નાતકો માટે સરકારી નોકરીની તક

Jobs / સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં બમ્પર ભરતી, 7 પાસથી લઈને સ્નાતકો માટે સરકારી નોકરીની તક

Last Updated: 09:51 PM, 4 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેન્ટ્રલ બેંકે ફેકલ્ટી અને અન્ય પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

CBI Bank Jobs: સેન્ટ્રલ બેંકે ફેકલ્ટી અને અન્ય પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમને આ પોસ્ટ્સ માટે અરજી કરવામાં રસ હોય તો તમે બેંકની વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ફેકલ્ટી અને અન્ય જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. પાત્ર ઉમેદવારો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટ centerbankofindia.co.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.અરજીની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિત ભરતી સંબંધિત દરેક મહત્વપૂર્ણ વિગતો તમારી જાણવી જરૂરી છે.

અરજી કેવી રીતે કરવી?

અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2024 છે. નોકરીમાં રસ ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તરત જ તેમનું અરજી ફોર્મ ભરે અને કોઈપણ વિલંબ કર્યા વિના તેને સબમિટ કરવું જોઇએ.

ખાલી જગ્યાની વિગતો, ફી અને વય મર્યાદા

આ ભરતી અભિયાન દ્વારા ફેકલ્ટી, ઓફિસ આસિસ્ટન્ટ અને ચોકીદાર-કમ-ગાર્ડનરની ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. આ ખાલી જગ્યા માટે ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં. આ તમામ પોસ્ટ માટે વય મર્યાદા 22 થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે.

jobs_3

જરૂરી લાયકાત

ફેકલ્ટી પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે ગ્રેજ્યુએશન/પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી આવશ્યક છે.

ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ગ્રેજ્યુએશન સુધીની લાયકાત જરૂરી છે. આ સાથે કોમ્પ્યુટર નોલેજ અને બેઝિક એકાઉન્ટિંગ વિશે જાણકારી હોવી જરૂરી છે.

ચોકીદાર-કમ-ગાર્ડનરની જગ્યાઓ માટે અરજદારોની માત્ર 7મું પાસ લાયકાત જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા

આ પદો માટે પસંદ કરાયેલા ઉમેદવારોની નિમણૂક એક વર્ષના કરારના આધારે કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, વ્યક્તિગત ઇન્ટરવ્યુ અને પરફોર્મસનો સમાવેશ થાય છે. લેખિત પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે, આ અંગે ટ્રસ્ટનો નિર્ણય આખરી રહેશે.

Website_Ad_1200_1200.width-800

આ પણ વાંચોઃ લો બોલો! ઠગ ભેજાબાજોએ ખોલી SBI બેંકની નકલી બ્રાન્ચ, લાખો રૂપિયા લઈને કરી સ્ટાફની ભરતી

કરાર પગાર

ફેકલ્ટી પોસ્ટ્સ માટે પસંદ કરાયેલા ઉમેદવારોની કોન્ટ્રાક્ટ રકમ રૂ. 30,000 - 2000 x 5-40000 નક્કી કરવામાં આવશે. સંતોષકારક રિવ્યુ/પરફોર્મસને આધારે દર વર્ષે રૂ. 2,000 નું વાર્ષિક પરફોરમેસ ઇંસેટિંવ આપવામાં આવશે. જ્યારે 300 રૂપિયાનું માસિક મોબાઈલ ભથ્થું પણ આપવામાં આવશે.

ઓફિસ આસિસ્ટન્ટને રૂ. 20,000 - 1500 x 5-27500 નો કોન્સોલિડેટેડ પગાર મળશે. 1,500 રૂપિયાનું વાર્ષિક પરફોર્મસ ઇંસેંટિવ મળશે, જે સંતોષકારક રિવ્યૂ/પરફોર્મસ પર આધારિત હશે.

વોચમેન-કમ-ગાર્ડનરની જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને રૂ. 12,000 – 800 x 5 –16,000 રૂપિયાની સમેકિત સેલેરી મળશે. તેમજ દર વર્ષે 1,000 રૂપિયાનું વાર્ષિક પરફોર્મસ ઇંસેંટિવ મળશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CBI Bank Jobs Bank Jobs 2024 Central Bank of India Jobs 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ