બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / નવી કાર લેવાનું વિચારો છો? મારુતિ સુઝુકીનું Alto-Dzire સહિત આ મોડેલ પર બમ્પર ડિસ્કાઉન્ટ
Last Updated: 02:59 PM, 7 August 2024
મારુતિ સુઝુકી ભારતીય બજારમાં સૌથી મોટી ઓટોમોબાઈલ ઉત્પાદક તરીકે જાણીતી છે અને ઘણા લોકો નવી કાર લેવાની વાત આવે ત્યારે મારુતિ સુઝુકીની કારણે પહેલા પસંદ કરે છે. એવાં જો તમે ઓગસ્ટ 2024માં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો કંપની મારુતિ સુઝુકી ઘણી કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.
ADVERTISEMENT
મારુતિ સુઝુકી કંપનીએ આ મહિને તેના એરેના મોડલ્સ પર મોટી ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જે અંતર્ગત તમે આ કંપનીની સૌથી લોકપ્રિય કારની ખરીદી પર હજારો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. મારુતિ દ્વારા આપવામાં આવી રહેલી આ ઓફરમાં મારુતિ સ્વિફ્ટથી લઈને અલ્ટો K10 વગેરે કારના નામ સામેલ છે.
ADVERTISEMENT
મારુતિ સુઝુકી સ્વિફ્ટ
મારુતિ સુઝુકી સ્વિફ્ટના ઓટોમેટિક વેરિઅન્ટ્સ પર 33,100 રૂપિયા, મેન્યુઅલ વેરિઅન્ટ પર 28,100 અને CNG વર્ઝન પર 18,100 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહેશે.
મારુતિ સુઝુકી ડિઝાયર
આ સાથે જ મારુતિ સુઝુકી ડિઝાયરને સસ્તા ભાવે ખરીદવાની તક પણ છે. સેડાનને 30,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. આ લાભ ઓટોમેટિક વેરિઅન્ટ્સ પર મળશે. મેન્યુઅલ વેરિઅન્ટ્સ પર 25,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. CNG વર્ઝન પર કોઈ ઓફર નથી.
મારુતિ સુઝુકી કારમાં, અલ્ટો K10 પર 50,100 રૂપિયાનું સૌથી વધુ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. મારુતિની નાની કાર S-Pressoમાં પણ 50,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહેશે. આ સાથે જ મારુતિની સેલેરિયો અને વેગનરમાં પણ આટલું જ ડિસ્કાઉન્ટ મળી રહેશે. સાથે જ મારુતિ સુઝુકી બ્રેઝા અને ઇકો પર પણ ઘણું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.