ડ્રીમ પ્રોજેક્ટ / 2023 સુધીમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી થઇ જશે બુલેટ ટ્રેન, જાણો શું હશે ભાડું?

Bullet train project will complete by december by 2023 ahmedabad to mumbai charge rs. 3000

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી હાઇસ્પીડ બુલેટ ટ્રેનને લઈને આજે NHSRCL (નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.) નાં ડાયરેકટર અચલ ખરેએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, 'બુલેટ ટ્રેનની કામગીરી શરૂ થઈ ગઈ છે. બુલેટ ટ્રેનનાં રૂટ પર નવસારી સહિત અન્ય જગ્યાએ જંત્રીના ભાવે જમીન આપવાને લઈ જમીનનો વિવાદ સર્જાયો હતો જે દૂર થઈ રહ્યો છે. જે માટે રાજ્ય સરકારને રજૂઆત કરતા જંત્રીનાં ભાવ વધારી આપવામાં આવ્યાં છે. જે મામલે ખેડૂતો હવે જમીન આપવા તૈયાર થઈ ગયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ