બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:20 PM, 18 June 2025
1 જુલાઈથી ખાનગી ક્ષેત્રની બેંકો ATM અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે, ICICI બેંકે કેટલાક પેમેન્ટ માટે તેના સેવા ચાર્જમાં સુધારો કર્યો છે. HDFC બેંકે ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યા છે. જો તમે પણ આ 2 બેંકોની સેવાઓનો ઉપયોગ કરો છો, તો તમે પણ ચાર્જ જાણીને ચોંકી જશો.
ADVERTISEMENT
ATM ટ્રાન્ઝેકશન પર ચાર્જ :
હવે જો ICICI ગ્રાહકો કોઈપણ અન્ય બેંકના ATMનો ઉપયોગ કરે છે, તો 3 ટ્રાન્ઝેકશન મફત પછી, તેમણે ફાઈનાનસિયલ ટ્રાન્ઝેકશન માટે 23 રૂપિયા અને નોન ફાઈનાનસિયલ ટ્રાન્ઝેકશન માટે 8.5 રૂપિયા ચૂકવવા પડશે. મેટ્રો સિટીમા 3 ટ્રાન્ઝેકશન ફ્રી અને સ્મોલ સિટીમાં 5 ટ્રાન્ઝેકશન ફ્રી મળશે.
ADVERTISEMENT
IMPS પેમેન્ટ પર ચાર્જ:
ADVERTISEMENT
IMPS ના બાહ્ય ટ્રાન્ઝેકશન માટે, ટ્રાન્ઝેકશનની રકમના આધારે ચાર્જ લેવામાં આવે છે. રૂ.1,000 સુધીની રકમ માટે, પ્રતિ ટ્રાન્ઝેકશન રૂ. 2.50 ચાર્જ છે. રૂ. 1,000 થી વધુ અને રૂ.1,00,000 સુધીના ટ્રાન્ઝેકશન માટે, રૂ.5 નો ચાર્જ લાગુ. રૂ.1,00,000 થી વધુ અને રૂ.5,00,000 સુધીના ટ્રાન્ઝેકશન માટે, પ્રતિ ટ્રાન્ઝેકશન રૂ.15 નો ચાર્જ લાગુ થશે.
રોકડ ઉપાડ પર ચાર્જ :
ADVERTISEMENT
ગ્રાહકોને દર મહિને 3 મફત ઉપાડની સુવિધા મળે છે. આ ઉપરાંત, પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ.૧૫૦ ફી લેવામાં આવશે. દર મહિને 1 લાખ રૂપિયાથી વધુ ઉપાડ પર પ્રતિ 1000 રૂપિયા, 3.5 રૂપિયા અથવા રૂ.150, જે વધારે હોય તે ફી લાગશે.
ADVERTISEMENT
ડેબિટ કાર્ડ પર ચાર્જ :
નિયમિત ડેબિટ કાર્ડ માટે વાર્ષિક ચાર્જ 300 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોના ગ્રાહકો માટે, વાર્ષિક ચાર્જ 150 રૂપિયા છે. કાર્ડ ખોવાઈ જવું કે નુકસાન થયાના કિસ્સામાં, રિપ્લેસમેન્ટ ચાર્જ પ્રતિ કાર્ડ 300 રૂપિયા હશે.
ADVERTISEMENT
ICICI બેંકે ડિમાન્ડ ડ્રાફ્ટ પર ચાર્જ વધાર્યો :
જો તમે ICICI બેંકના ગ્રાહક છો, તો હવે રોકડ ડિપોઝિટ, ચેક ડિપોઝિટ, ડિમાન્ડ ડ્રાફ્ટ અને પે ઓર્ડર જેવી સેવાઓ પર પ્રતિ 1000 રૂપિયાના દરે 2 રૂપિયા લેવામાં આવશે. જોકે, પ્રતિ ટ્રાન્ઝેક્શન લઘુત્તમ ચાર્જ 50 રૂપિયા અને મહત્તમ મર્યાદા 15,000 રૂપિયા છે.
HDFC બેંક શું ફેરફાર કરી રહી છે?
જો તમે HDFC બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને Dream11, MPL જેવી ગેમિંગ એપ્સ પર દર મહિને 10,000 રૂપિયાથી વધુ ખર્ચ કરો છો, તો હવે તમારે 1% નો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ દર મહિને 4,999 રૂપિયા સુધી મર્યાદિત રહેશે. ઉપરાંત, આ વ્યવહારો પર કોઈ રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે નહીં. થર્ડ પાર્ટી વોલેટ્સ (જેમ કે Paytm, Mobikwik, Freecharge, Ola Money) માં પણ, જો તમે એક મહિનામાં 10,000 રૂપિયાથી વધુ જમા કરાવો છો, તો તેના પર પણ 1% ચાર્જ વસૂલવામાં આવશે અને આમાં પણ ફી મર્યાદા દર મહિને 4,999 રૂપિયા સુધીની રહેશે.
આ પણ વાંચો : જુલાઈમાં આટલા દિવસ બેંકો બંધ રહેશે, ફટાફટ પતાવી દેજો તમારા કામ, નહીંતર...!
ભાડાની ચુકવણી પર ચાર્જ લાગશે.
જો તમે ભાડુ ચૂકવો છો, તો બધા પેમેન્ટ પર 1% ફી લેવામાં માં આવશે. આ ફી કુલ વ્યવહાર કરેલી રકમ પર વસૂલવામાં આવશે અને તેની મહત્તમ મર્યાદા દર મહિને 4,999 રૂપિયા હશે. એટલે કે, જો તે આનાથી વધુ હોય, તો 1% ચાર્જ ચૂકવવો પડશે. 15,000 રૂપિયાથી વધુના ઇંધણના ટ્રાન્ઝેક્શન પર 1% ચાર્જ લાગશે. તેવી જ રીતે, જો તમે 50 હજાર રૂપિયાથી વધુનું યુટિલિટી બિલ ચૂકવો છો, તો પણ 1% ચાર્જ લાગશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.