બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડાના સેવાલિયામાં બબાલ, સોસાયટીના રહીશો સાથે માથાકૂટ થતા બિલ્ડરે કર્યું ફાયરિંગ, મામલો પોલીસ સ્ટેશનમાં
Last Updated: 08:30 AM, 5 February 2025
ખેડા જીલ્લામાં બિલ્ડરે જાહેરમાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ગળતેશ્વર તાલુકાનાં સેવાલિયામાં બની હતી. જેમાં અમીર હમજા રેસીડેન્સીનાં રહીશોએ રસ્તાને લઈ બિલ્ડરને રજૂઆત કરી હતી. જે બાદ બિલ્ડર અને રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. બિલ્ડર શકીલ હાજીએ ઉશ્કેરાઈને જાહેરમાં ફાયરિંગ કરતા રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.
ADVERTISEMENT
આરોપીઓ દ્વારા ફાયરીંગ કર્યું
ADVERTISEMENT
આ બાબતે રહીશ સોહેલભાઈએ જણાવ્યું હતું કે, અમારે ઘરે પ્રસંગ હતો. છેલ્લા ત્રણ ચાર દિવસથી આ લોકો માથાકૂટ કરી રહ્યા છે. થોડા દિવસ પછી મારા ભત્રીજાનાં લગ્ન છે. અમીર હમજા રેસીડેન્સી છે ત્યારે અમે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ. ઘરે મહિલાઓ એકલી હોઈ આરોપીઓ દ્વારા ફાયરીંગ કર્યું છે. આ લોકો અવાર નવાર ગેરાન કરે છે. તેમજ 2જી તારીખે પણ રાત્રે દંડા તેમજ તલવાર લઈ આવ્યા હતા. જેમાં હાજી શકીલભાઈ, મોબીનભાઈ, આમીરભાઈ, ભોલાભાઈ અને બીજા તેમના સાગરીતો છે. ઉપરોક્ત શખ્સો ચરસ- ગાંજાનો સપ્લાય કરે છે તેમજ ત્યાં સીસીટીવી લાગેલ છે.
વધુ વાંચોઃ વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા! યુનિવર્સિટીની કેન્ટીનમાં બે વસ્તુઓના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
શું છે સમગ્ર વિવાદ
આ બાબતે રહીશે જણાવ્યું હતું કે અમીર હમજા રેસીડેન્સી તેઓ દ્વારા પાડવામાં આવી છે. જેમાં ઓછામાં ઓછી 400 થી 500 મકાનો બનાવવામાં આવનાર છે. અને અમારી કેજીએમ સોસાયટી છે ત્યાં તેમનો કોઈ રસ્તો છે નહી. અને રસ્તા બાબતે તેઓ ઘડીએ ઘડીએ માથાકૂટ કરે છે. અને અમે પોતે વેપારી લાઈનનાં માણસ છીએ. તેમજ આરોપીઓ દ્વારા અપશબ્દો બોલે છે. તેમજ શકીલ હાજીએ મારા ભાઈ પર જીવલેણ હુમલો કરતા તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.