Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ધર્મ / ભોગ અને મોક્ષ આપનારાં મા બગલામુખી

ભોગ અને મોક્ષ આપનારાં મા બગલામુખી

ભગવાનનાં બધા અવતારોમાં આઠમો અવતાર શ્રીકૃષ્ણ અવતાર 'પૂર્ણાવતાર' કહેવાય છે તેમ શકિતના ૧૦મા અવતારમાં આઠમી મહાવિદ્યા પીતાંબરા-બગલામુખીને  પૂર્ણ વિદ્યા અથવા 'સિદ્ધ વિદ્યા' કહે છે. ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ સૌરાષ્ટ્રમાં દ્વારિકા છે તેમ તેમાં બગલામુખીની ઉત્પત્તિ પણ સૌરાષ્ટ્રમાં હરિદ્રા સરોવરમાં થઇ છે. 

ભગવાન શ્રીકૃષ્ણ પીળાં પીતાંબર પહેરે છે તેમ મા બગલામુખી પણ પીળાં વસ્ત્રો ધારણ કરે છે. (યા પીતવસ્ત્રાંવૃત્તાં) ભગવાન શ્રીકૃષ્ણ સુવર્ણની નગરી દ્વારકામાં રહે છે, તો મા બગલામુખી પણ સુવર્ણ સિંહાસન પર, સુવર્ણના અલંકારોથી સુશોભિત છે. માતાજીને પીળો રંગ બહુ પ્રિય છે. આથી પીળાં ફૂલ, પીળું આસન, હળદર વગેરે પૂજાપો વપરાતાં હોય છે. કેટલાક ઉપાસકો મંત્ર સિદ્ધ કરવા હળદરની પીળી માળા વાપરતા હોય છે. આથી માતા બગલામુખી 'પીતાંબરા' અને 'પીતકાલિ' કહેવાય છે.

ભગવતી પીતાંબરાને બગલામુખી પણ કહે છે. તંત્રની દશ મહાવિદ્યાઓમાં બગલામુખી આઠમી મહાવિદ્યા છે જે શ્રીકુલથી સંબંધિત છે. વિષ્ણુનાં તેજથી યુકત હોવાનાં લીધે વૈષ્ણવી છે. મંગળવાર યુકત ચૌદશની અર્ધરાત્રીએ આ દેવીનો આવિર્ભાવ થાય છે. દૈવી પ્રકોપથી બચવા માટે પૌષ્ટિક કર્મ તથા શત્રુ નિગ્રહ માટે વિશેષ ઉપાસના થાય છે.

Image result for મા બગલામુખી

ભોગ અને મોક્ષ બંને આપવાવાળી આ દેવીની ઉપાસનાથી પ્રત્યેક દુર્લભ વસ્તુની પ્રાપ્તિ કરી શકાય છે. બગલામુખી અથવા પીતાંબરા સાધનાને  લગતાં સાહિત્ય અથવા માહિતી મધ્ય અને ઉત્તર ભારતમાં સારી રીતે ઉપલબ્ધ છે અને ત્યાં આ દેવીની સાધના કરી સાધકો તેમના જીવનના પ્રશ્નો દૂર કરવામાં ભગવતીની ખૂબ મદદ લે છે. પરંતુ ગુજરાતી ભાષામાં આ બાબતે ઓછી માહિતી ઉપલબ્ધ હોઇ, માના આશીર્વાદથી વંચિત રહી જવાય છે.

ભગવતી બગલામુખીની સાધના સુખ અને સૌભાગ્ય આપવાવાળી છે. જો સંયમ અને નિષ્ઠાથી સાધના કરવામાં આવે તો જીવનમાં ડગલેને પગલે સફળતા આપવાવાળી છે. દેવી બગલામુખીની સાધના કરવા માટે સાધકે પીળાં વસ્ત્ર, પીળું આસન, પૂજાની પીળી સામગ્રી અને માળા પણ પીળી હોવી જોઇએ. હળદરની માળા, પૂજાનાં ફૂલ પણ પીળાં જ રાખવાં શ્રેષ્ઠ છે અને બેસનથી બનાવેલા પદાર્થ નૈવેધમાં રાખવા અથવા ખીરમાં કેસર મેળવી દેવીને અર્પણ કરવામાં આવે છે.

શાકતતંત્ર પરંપરાની દશમહાવિદ્યાઓમાં શ્રી બગલામુખીનું માહાત્મ્ય વિશિષ્ટ છે. મા બગલામુખી 'પીતાંબરા' ના નામથી પણ સુપ્રસિદ્ધ છે. મા પીતાંબરાની આરાધના પ્રાયઃ સર્વાભિષ્ટ સિદ્ધિ, શત્રુ વિનાશ, મારણ, મોહન, ઉચ્ચાટન, વશીકરણ સર્વત્ર વિજય તથા બાધા મુકિત માટે કરવામાં આવે છે. આજના યુગમાં મા બગલામુખીની ઉપાસના પ્રાયઃ રાજકીય કારણસર કરવામાં આવે છે.

Image result for મા બગલામુખી

 

માનવ ઇતિહાસ પ્રચુર યુદ્ધ કે મહાયુદ્ધથી ભરપુર છે. છેલ્લાં ૮,૦૦૦ વર્ષના ઇતિહાસમાં ભારતોપરાંત ગ્રીસ, રોમ, ઇજિપ્ત વગેરે દેશની સંસ્કૃતિઓમાં અનેક દેવી દેવતાઓની ઉપાસના યુદ્ધમાં વિજય મેળવવા થઇ છે. આજે પણ એથેના દેવીનું મંદિર ગ્રીસ (રોમ) માં જોવા મળે છે. ભારતમાં શિવપુત્ર અને દેવ સેનાપતિ કાર્તિકેયને યુદ્ધ વિજય માટે પૂજવામાં આવે છે.

મા ચંડી પણ શત્રુ પર વિજય આપનારી છે. પરંતુ, મા બગલામુખી તે બધાંથી વિશિષ્ટ છે. દુનિયાની કોઇપણ સંસ્કૃતિના ઇતિહાસમાં (શત્રુ) જીહ્વા પકડેલી દેવી, તેમના સિવાય અન્ય કયાંય વિદ્યમાન નથી. તેમનાં આવા સ્વરૂપના અનેક ગુઢાર્થ છે. એ સત્ય છે કે પીતાંબરા, શત્રુઓની બુદ્ધિ - જીહ્વા-સ્તંભન કરીને, શત્રુઓને વશીભૂત કરીને સાધકને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરાવે છે.

પરંતુ સમગ્ર તંત્ર પરંપરાના મધ્યમાં મોક્ષ પ્રાપ્તિનો હેતુ સર્વોપરિ છે. શાકત પરંપરાએ દેવીને ગુણધર્મ આધારે દશમહાવિદ્યાનું સ્વરૂપ આપેલું છે. જે સર્વ સાધકની રુચિ અનુસાર અલગ અલગ માર્ગે પણ મોક્ષ પ્રાપ્તિનો હેતુ સિદ્ધ કરવા માટે જ છે. મા બગલામુખીનું શત્રુ જીહ્વા પકડીને મુદગરથી શત્રુ પર વાર કરવાનું સ્વરૂપ સુપ્રસિદ્ધ છે.

આજનાં યુગમાં શત્રુઓ અસ્ત્ર શસ્ત્ર લઇને રણમેદાનમાં વાર નથી કરતા પરંતુ જીહૃાાથી ઉત્પન્ન શબ્દ સ્વરૂપે વાર કરીને સામાજિક કલંક દ્વારા કે પછી મંત્ર તંત્રથી સાધકનો નાશ કરવા તત્પર રહે છે. તેવામાં માતાજીનું આ સ્વરૂપ સુપેરે સર્વમાન્ય બની ગયું છે.

માનો દિવ્ય મંત્રઃ
શ્રી પીતાંબરાયૈ નમઃ

Image result for મા બગલામુખી

 

બગલામુખી દેવીનાં મંદિરોઃ 


બગલામુખી દેવીનાં મુખ્ય મંદિરોમાં દર્શન કરીને ધન્ય થવા જેવું છે • ઉજ્જૈન પાસે નલખેડામાં દેવી બિરાજે છે. • મધ્ય પ્રદેશમાં ઝાંસી પાસે બસિયામાં પણ સ્થાનક છે. પ.બંગાળમાં દેવધર જિલ્લામાં પીતકાલિ સ્વરૂપે દેવી બિરાજમાન છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ