Buffalo dung on the newly built road, see how much the owner was fined
OMG /
નવા બનાવેલા રસ્તા પર ભેંસે કર્યુ છાણ, માલિકને કરાયો જુઓ કેટલા રૂપિયાનો દંડ
Team VTV01:23 PM, 29 Dec 20
| Updated: 01:33 PM, 29 Dec 20
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક હેરાન કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ભેંસે નવા બનેલા રોડ પર પોદરો કરી દીધો હતો અને તેના કારણે ડેરી સંચાલક માલિક પર 10000 રૂપિયાનો દંડ લગાવ્યો હતો. ભેંસના માલિકે આ રકમ ભરી પણ દીધી છે.
ભેંસના માલિકને ફટકાર્યો દંડ
નવા રસ્તા પર પોદળો કરતા ફટકાર્યો દંડ
ગંદકી થવાથી રસ્તો થયો હતો ખરાબ
નગર નિગમ ઝોનલ ઓફિસર મનીશે જણાવ્યું કે, ગ્વાલિયરના ડીબી સીટી રોડના નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતુ અને ત્યારે નગર નિગમ કમિશ્નર વિઝીટ કરવા આવ્યા હતા. ત્યારે ત્યાંથી પસાર થતી ભેંસોએ પોદળા કર્યા હતા.
કમિશ્નર સંદિપ માકિને તત્કાલ અધિકારીને ભેંસના માલિક પર દંડ ભરવાનો આદેશ કર્યો હતો. જે બાદ નગર નિગમના અધિકારીઓને ભેંસ માલિક બેતાલ સિંહ પર 10000 રૂપિયાનો દંડ લગાવીને તે રકમ વસૂલ પણ કરી લીધી હતી.
મળતી માહિતી અનુસાર, ત્રણ વાર પ્રયત્ન કરવા છતાં પણ ભેંસ ત્યાંથી હટી નહી અને ત્યારે જ તેમનો માલિક બેતાલ સિંહ સામે આવ્યો હતો અને ભેંસોને ત્યાંથી હટાવી હતી. બાદમાં તેને દંડ ફટકાર્યો હતો.
રસ્તા પર ગંદકી થવાને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સિવાય નિગમે સુરક્ષા માટે હોમગાર્ડના જવાન પણ તૈનાત કર્યા હતા.
નગર નિગમના આ એક્શન બાદ લોકોમાં ડરનો માહોલ પેદા થઇ ગયો છે. આ એક્શનના કારણે લોકો રોડ પર ગંદકી કરવાથી ડરી રહ્યા છે અને સુચના આપવામાં આવી છે કે જે પણ વ્યક્તિ રસ્તા પર ગંદકી કરતી દેખાય તેને નગર નિગમ તરફથી દંડ ફટકારી દેવો.