બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 03:23 PM, 3 August 2024
1/7
જ્યોતિષમાં બુધ ગ્રહને રાજકુમાર કહેવામાં આવે છે. સાથે બુધને બુદ્ધિ, જ્ઞાન, ધન, સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટેનો ગ્રહ પણ માનવામાં આવે છે. એટલે કહેવામાં આવે છે કે જેની જન્મકુંડળીમાં બુધ ગ્રહ મજબૂત હોય તે વ્યક્તિના જીવનમાં ધન-સમૃદ્ધિમાં કમી રહેતી નથી. જ્યોતિષના આધારે બુધ ગ્રહનું ગોચર ઘણી રાશિઓ માટે ફાયદારૂપ સાબિત થશે.
2/7
બુધ ગ્રહની આ ચાલના કારણે મિથુન રાશિવાળા લોકોના જીવન પર સકારાત્મક પ્રભાવ જોવા મળશે. તમારા પરિવારમાં ખુશી આવશે અને શુભ સમાચાર મળી શકે છે. કરિયરમાં બદલાવની ઇરછા રાખતા લોકોને સારો બદલાવ અને ઘણા લોકોને પ્રમોશન પણ મળશે. આ ઉપરાંત જીવનમાં આવેલ પરેશાનીઓથી છુટકારો મળશે. બહારગામ જવાનો ચાન્સ મળશે. જેમાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે.
3/7
બુધનું સિંહ રાશિમાં ગોચરના કારણે સિંહ રાશિઓ વાળાને વધારે લાભ થશે. સિંહ રાશિઓ ધરાવતા લોકોને નોકરીમાં પ્રમોશન મળશે, અને સાથે મોટું પદ પ્રાપ્ત થઇ શકે છે. આ સાથે તમારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરશો. તમને મનગમતા કાર્યોમાં સફળતા મળશે, અને જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થશે. વિદેશ ફરવાની તમારી ઈચ્છા પૂર્ણ થશે.
4/7
બુધ રાશિ પરિવર્તનના કારણે તમારુ ભાગ્ય ઉદય થશે. અને મોટી ખુશખબરી તમને મળી શકે છે. પૈસામાં વૃદ્ધિ થશે અને ઉધાર ચુકવવામાં તમે સફળ થઈ શકશો. તમારા પ્રયત્નોનું સારું રિઝલ્ટ મળી શકશે. ઉપરાંત તમારા પાર્ટનર સાથે સારી પળો માળી શકશો. સારા લોકોના સંપર્કમાં આવશો જેના કારણે તમને લાભ થશે.
5/7
શુક્ર દ્વારા શાસિત તુલા રાશિના જાતકો માટે પણ બુધનો અધોગતિ લાભદાયી સાબિત થશે. રોકાણના નાણાંમાંથી તમને નફો મળશે અને આ સમયગાળા દરમિયાન તમારી અડચણો દૂર થઈ શકે છે. તુલા રાશિના વિદ્યાર્થીઓને આ સમયગાળા દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. તમને પ્રેમ અને વિવાહિત જીવનમાં સારા અનુભવો મળશે. પ્રેમ લગ્ન માટે દરવાજા ખુલશે. જો કે સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવી જોઈએ.
6/7
ગ્રહોના રાજકુમાર બુધનું સંક્રમણ મકર રાશિના લોકો પર ઘણા આશીર્વાદ વરસાવશે. આ સમયગાળા દરમિયાન વ્યાપારીઓની આવકમાં વધારો થશે અને વ્યાપારીઓને ઘણો ફાયદો થશે, જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. તેમજ આ સમયે તમારો કરિયર ગ્રાફ ઊંચો રહેશે અને તમને ઘણી પ્રગતિ મળશે. આયોજિત કાર્યો પૂર્ણ થશે અને તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. આર્થિક રીતે આ સમય તમારા માટે સારો રહેશે.
7/7
કુંભ રાશિવાળા લોકો પણ બુધના સંક્રમણને કારણે વધુ સારા પરિણામો જોઈ શકે છે. નોકરીમાં લોકોને પ્રમોશન મળી શકે છે પરંતુ નવી જવાબદારીઓ મળવાને કારણે દબાણની સ્થિતિનો અનુભવ થઈ શકે છે. વ્યાપાર કરનારા લોકોને નફો થશે અને આવક વધવાની આશા છે. આ સંક્રમણ દરમિયાન શુભ કાર્યની સંભાવનાઓ બની રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ