બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Budget 2025-26 / અન્ય જિલ્લા / આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, CR પાટીલના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યોની બેઠક

બજેટ 2025 / આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, CR પાટીલના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યોની બેઠક

Last Updated: 10:12 PM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Budget 2025 : વિધાનસભાના બજેટ સત્રને લઈ ધારાસભ્યોની બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સભ્યો સહિત ધારાસભ્યો હાજર

Gujarat Budget 2025 : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતીકાલ એટલે કે 19 ફેબ્રઆરીથી શરૂ થઈ રહ્યું છે. આ તરફ આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈ વિધાનસભાના ચોથા માળે શાસક પક્ષના હોલમાં બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સભ્યો સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી બજેટ સત્રનો પ્રારંભ થશે.

બજેટ સત્રને લઈ શાસક પક્ષની બેઠક

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈ શાસક પક્ષની વિધાનસભાના ચોથા માળે શાસક પક્ષના હોલમાં બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સભ્યો સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં બજેટ સત્ર દરમિયાન ભાજપની રણનીતિ પર સી.આર પાટીલે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે સરકારની કામગીરીને વિધાનસભા ગૃહમાં કેવી રીતે રજૂ કરવી અને કોંગ્રેસના આક્ષેપનો જવાબ આપવા સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન ઠરાવ પારિત કરવામાં આવી શકે છે.

આવતીકાલથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે

મહત્વનું છે કે, આવતીકાલે બપોરે 12 વાગે વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી બજેટ સત્રનો પ્રારંભ થશે તો રાજ્યપાલના સંબોધન બાદ શોક દર્શક ઉલ્લેખ રજૂ થશે. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન ડો મનમોહન સિંહ, ધારાસભ્ય કરશન સોલંકી, પૂર્વ વિધાનસભા ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર સહિતના સભ્યોને શ્રદ્ધાંજલિ અપાશે. શોક દર્શક ઉલ્લેખ રજૂ થયા બાદ કામકાજના કાગળો મેજ પર મુકાશે. આ સાથે અનુમતિ મળેલા વિધેયકો મેજ પર મુકાશે.

વધુ વાંચો : વાપીની KBS કોલેજના વિદ્યાર્થીઓ સાથે ગોઝારી ઘટના, પાંડવ કુંડમાં ડૂબી જવાથી 4 લોકોના મોત

મહત્વનું છે કે, આવતીકાલે ગૃહમાં બે વિધેયક રજૂ થશે. 2025 ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરતું વિધેયક ગૃહમાં રજૂ થશે તો ગુજરાત ચિકિત્સા સંસ્થાઓના રજીસ્ટ્રેશન અંગે સુધારા વિધેયક રજૂ થશે. નોંધનીય છે કે, ભાજપના ધારાસભ્યોની બેઠકમાં ધારાસભ્યોને વ્હિપ ઇસ્યુ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને વિધાનસભા સત્ર દરમિયાન ગૃહમાં હાજર રહેવું, મતદાન પર કશું પણ આવે તો પક્ષની લાઈન પ્રમાણે ટેકો આપવા વ્હિપ અપાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Legislative Assembly, Budget 2025 Gujarat Budget Session
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ