અભિભાષણ / રાષ્ટ્રપતિએ CAA નો ઉલ્લેખ કરતાં સદનમાં જોવા મળ્યા બે અલગ દ્રશ્ય

budget session 2020 president ramnath kovind adressess

બજેટ સત્ર પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં સાંસદોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે નાગરિકત્વ કાયદાને મોદી સરકારની મોટી સિદ્ધિ ગણાવી અને કહ્યું કે મહાત્મા ગાંધીના સપના આ રીતે પૂરા થયા છે. રાષ્ટ્રપતિએ કહ્યું, 'માનનીય સભ્યો, ભારત હંમેશાં બધા સંપ્રદાયની વિચારધારામાં વિશ્વાસ કરતું આવ્યું છે. પરંતુ ભારતના ભાગલા વખતે ભારતીયો અને તેમના વિશ્વાસ પર હુમલો થયો. ભાગલા પછી સર્જાયેલા વાતાવરણમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પાકિસ્તાનના હિન્દુઓ અને શીખ જેઓ ત્યાં રહેવા નથી માંગતા તેઓ ભારત આવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ