Team VTV12:03 PM, 01 Feb 23
| Updated: 12:22 PM, 01 Feb 23
નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરી રહ્યા છે. જેમાં તેઓએ જણાવ્યું કે, દેશમાં 2014થી સ્થપાયેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે મળીને 157 નવી નર્સિંગ કોલેજોની સ્થાપના કરવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યા છે બજેટ 2023-24
બજેટમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વની જાહેરાત
157 નર્સિંગ કોલેજ ખોલવામાં આવશે
યુવાનો-બાળકો માટે ડિજિટલ લાઈબ્રેરી બનશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે.એવામાં આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરતાં કહ્યું કે દેશમાં મેડિકલ કોલેજ સાથે નર્સિંગ કોલેજો પણ બનશે. હાલ 157 નર્સિંગ કોલેજ ખોલવામાં આવશે એવી યોજના બનાવવામાં આવી છે. આ સાથે જ ફાર્મામાં રિસર્ચ ઈનોવેશન માટે નવો પ્રોગ્રામ ચલાવવામાં આવશે અને મેડિકલ સાધનો બનાવનારા પ્રોગ્રામ પણ શરૂ કરાશે.
આગળ નાણામંત્રીએ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે, દેશમાં ડિજિટલ લાઈબ્રેરી સ્થાપવામાં આવશે. દેશના યુવાનો-બાળકો માટે ડિજિટલ લાઈબ્રેરી બનશે. આ સાથે જ દેશમાં આર્થિક સાક્ષરતા માટે વધુ કામ કરાશે. આ બધા માટે શિક્ષકોની તાલીમ માટે કાર્યક્રમ પણ શરૂ કરાશે. સાથે જ દેશમાં મેડિકલ શિક્ષણનો વ્યાપ વધારાશે અને એકલવ્ય સ્કૂલ માટે 38 હજાર 800 શિક્ષકોની ભરતી પણ કરવામાં આવશે. આ સાથે જ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં AI માટે 3 સેન્ટરની સ્થાપન કરવામાં આવશે.
157 new nursing colleges will be established in colocation with the existing 157 medical colleges established since 2014: FM Nirmala Sitharaman pic.twitter.com/BOH2s9PspS
બજેટમાં હેલ્થને લઈ ICMR લેબની સંખ્યામાં દેશભરમાં વધારવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે. આરોગ્યને લઈ ચિકિત્સા ક્ષેત્રમાં પ્રવેશ માટે પણ વધારો કરવામાં આવશે. ફાર્મામાં રિસર્ચ ઈનોવેશન માટે નવો પ્રોગામ થશે.
નિર્મલા સીતારમણ નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરનારી બીજી મહિલા
તમને જણાવી દઇએ કે, નિર્મલા સીતારમણ નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરનારી બીજી મહિલા છે. આ પહેલા ઈન્દિરા ગાંધીએ 1970માં નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દેશની આઝાદી પછીથી અત્યાર સુધીમાં કુલ 74 વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યા છે અને આ સિવાય 14 વચગાળાના બજેટ, 4 વિશેષ બજેટ અથવા મિની બજેટ રજૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જ એવા વડાપ્રધાન છે જેમણે બજેટ રજૂ કર્યું હતું.