બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:01 PM, 19 January 2025
સોનાના ભાવ 82,000ની આસપાસ ચાલી રહ્યાં છે, ઓલ ટાઈમ હાઈ રહેલાં ભાવમાં વધુ વધારો આવી શકે છે. સરકારનું એક પગલું સોનાના ભાવમાં આસમાને મોકલી શકે છે માટે હજુ સસ્તા ભાવમાં ખરીદવા માટે થોડા સમય સુધી તક છે. હકીકતમાં બજાર નિષ્ણાંતોનું એવું માનવું છે કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં સરકાર સોના પર કસ્ટમ ડ્યૂટી વધારી શકે છે અને જો કસ્ટમ ડ્યૂટી વધશે તો સોનાના ભાવમાં ઘણો મોટો વધારો આવી જશે.
ADVERTISEMENT
હાલમાં સોના પર 6 ટકા કસ્ટમ ડ્યુટી
ગયા વર્ષે સરકારે સોના પર કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી હતી જેને કારણે તેના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
ADVERTISEMENT
સસ્તામાં સોનું ખરીદવાની તક
જો સરકાર સોના પર કસ્ટમ ડ્યુટી વધારશે તો સોનું મોંઘુ થશે. આવી સ્થિતિમાં નિષ્ણાતોનું માનવું છે કે 1 ફેબ્રુઆરી પહેલા સોનું ખરીદવાનો આ યોગ્ય સમય છે. જો કે, જો કસ્ટમ ડ્યુટી નહીં વધારવામાં આવે તો સોનાના ભાવમાં વધુ વધારો જોવા મળે તેવી શક્યતા નથી.
1 ફેબ્રુઆરીએ બજેટ
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે જેમાં સોના પરની કસ્ટમ ડ્યુટી વધે તેવી પૂરી સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.