બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget 2025-26 / ભલે તમારી કમાણી 12 લાખથી ઓછી હોય, તો પણ આ લોકોએ આપવો પડશે ઈન્કમ ટેક્સ
Last Updated: 08:29 AM, 3 February 2025
Budget 2025 : બજેટમાં કરદાતાઓ માટે નવી કર વ્યવસ્થા હેઠળ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. કેન્દ્રીય બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવક પર વિશેષ કર મુક્તિ (રિબેટ) વધારીને તેને સંપૂર્ણપણે કરમુક્ત કરી દેવામાં આવી છે. જોકે મૂડી લાભની સાથે પગારમાંથી આવકના કિસ્સામાં જો આવક 12 લાખ રૂપિયાથી ઓછી હોય તો પણ આવકવેરો ચૂકવવો પડશે. આનું કારણ ચોક્કસ પ્રકારની આવક પર લાગુ થતા આવકવેરાના નિયમો છે.
ADVERTISEMENT
અહીં વિશેષ કર મુક્તિનો કોઈ લાભ નથી
બજેટમાં એવી દરખાસ્ત કરવામાં આવી છે કે, સેક્શન 87A હેઠળ રિબેટનો લાભ માત્ર પગારમાંથી મળતી આવક પર જ મળવો જોઈએ. જો પગાર સિવાયના અન્ય સ્ત્રોતોમાંથી આવક હોય, જે મૂડી લાભના દાયરામાં આવે છે તો રિબેટનો લાભ મર્યાદિત રહેશે. એટલે કે આવા કિસ્સાઓમાં રિબેટ ફક્ત પગારની આવક પર જ મળશે અને મૂડી લાભની આવક પર નહીં. કરદાતાએ આ આવક પર ટૂંકા ગાળાના અથવા લાંબા ગાળાના મૂડી લાભોના દરો અનુસાર કર ચૂકવવો પડશે.
ADVERTISEMENT
રિબેટમાં મોટો ફેરફાર
અગાઉ નવી ટેક્સ સિસ્ટમ હેઠળ જૂના સ્લેબ હેઠળ 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર 80,000 રૂપિયા ટેક્સ લાગતો હતો પરંતુ બજેટમાં જાહેર કરાયેલા નવા સ્લેબમાં તે ઘટાડીને 60,000 રૂપિયા થઈ જશે. આ સાથે સરકારે આવકવેરા પર વિશેષ કર મુક્તિ (રિબેટ) 25 હજાર રૂપિયાથી વધારીને 60 હજાર રૂપિયા કરી દીધી છે.
રિબેટ ફક્ત આ કેસોમાં જ મળશે
આ કેસોમાં આવક 12 લાખ રૂપિયા હોય તો પણ ટેક્સ ભરવો પડશે.
હવે ઉદાહરણ સાથે સમજો
જો કરદાતાની કુલ આવક રૂ. 12 લાખ છે, જેમાંથી પગારમાંથી આવક રૂ. આઠ લાખ છે, પરંતુ શેર અથવા મ્યુચ્યુઅલ ફંડમાંથી આવક રૂ. ચાર લાખ છે, તો કલમ 87A (મહત્તમ રૂ. 60 હજાર) હેઠળ રિબેટ ફક્ત રૂ. આઠ લાખ જ મળશે. એટલે કે આ આવક સંપૂર્ણપણે કરમુક્ત હશે. તે જ સમયે ટૂંકા અથવા લાંબા ગાળાના મૂડી લાભ મુજબ 4 લાખ રૂપિયાની બાકીની આવક પર આવકવેરો ચૂકવવો પડશે.
જો રૂ. 4 લાખની આવક શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે તો તેના પર 20% વિશેષ દરે ટેક્સ લાગશે, તેથી રોકાણકારે રૂ. 80,000 ટેક્સ તરીકે ચૂકવવા પડશે. ટૂંકા ગાળાના લાભમાં એક વર્ષથી ઓછા સમયગાળાના રોકાણનો સમાવેશ થાય છે. જો શેર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 4 લાખનો લાંબા ગાળાનો લાભ હોય તો રૂ. 1.25 લાખની છૂટ મળશે અને રૂ. 2.75 લાખના બાકીના નફા પર 12.5% ટેક્સ ચૂકવવો પડશે. પરિણામે રોકાણકારે લાંબા ગાળાના મૂડી લાભ પર રૂ. 34,375નો ટેક્સ ચૂકવવો પડશે. અત્રે એ નોંધવું યોગ્ય છે કે, એક વર્ષથી વધુ સમયગાળાના રોકાણને લાંબા ગાળાના લાભ ગણવામાં આવે છે. બજેટમાં સરકારે ડિવિડન્ડની આવક પર TDS મર્યાદા 5,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરી છે. શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને આ નિર્ણયથી ફાયદો થશે, કારણ કે તેમની કર જવાબદારી ઓછી થશે.
વધુ વાંચો : બજેટ બાદ શેર બજારની કેવી રહેશે ચાલ? રોકાણ કરતાં પહેલા જાણી લો એક્સપર્ટની સોનરી ટિપ્સ
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.