બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / Budget 2024 / Budget / Budget 2024: કેમ બજેટની બેગનો રંગ લાલ જ હોય છે? રોચક વાતો જાણીને લાગશે નવાઈ
Last Updated: 10:55 AM, 23 July 2024
Budget 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈ, 2024ના રોજ સંસદમાં તેમનું સાતમું બજેટ રજૂ કરવા જઈ રહી છે. બજેટ (Budget) ના દિવસે દરેક નાણામંત્રી હાથમાં લાલ રંગની બ્રીફકેસ અથવા બેગ લઈ જાય છે. જો કે, 2019 દરમિયાન સીતારમણે બ્રિફ્સની પરંપરા તોડી અને લાલ રંગની ખાતાવહી પસંદ કરી. જ્યારે વર્ષ 2021માં તેણે ટેબલેટનો ઉપયોગ કર્યો હતો પરંતુ તે પણ લાલ કપડાથી ઢંકાયેલુ હતું.
ADVERTISEMENT
શું તમે જાણો છો કે, આ બેગ કેમ લાલ રંગની છે અથવા તેને લાલ રંગના કપડાથી કેમ ઢાંકવામાં આવે છે? શા માટે આમાં અન્ય કોઈ રંગનો ઉપયોગ કરવામાં આવતો નથી અને આ પરંપરા કેટલા સમયથી ચાલી આવે છે?
ADVERTISEMENT
અંગ્રેજો સાથે છે લાલ બેગનો સંબંધ
ADVERTISEMENT
બજેટ (Budget) બ્રીફકેસ અથવા બેગનો લાલ રંગ અંગ્રેજો સાથે સંકળાયેલો છે. નિષ્ણાતોના મતે 1860માં બ્રિટિશ ચાન્સેલર ગ્લેડસ્ટોને પ્રથમ વખત રાણીના મોનોગ્રામ સાથે લાલ ચામડાની બ્રીફકેસ રજૂ કરી હતી જે ગ્લેડસ્ટોન બોક્સ તરીકે ઓળખાય છે. લાલ રંગ પસંદ કરવા પાછળ બે કારણો છે પહેલું સક્સે-કોબર્ગ-ગોથાની સેનામાં તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું જેના કારણે બજેટ (Budget) બ્રીફકેસ લાલ રંગમાં રજૂ કરવામાં આવી હતી. બીજું કારણ એ છે કે, 16મી સદીના અંતમાં રાણી એલિઝાબેથના પ્રતિનિધિએ સ્પેનિશ રાજદૂતને કાળા ખીરથી ભરેલી લાલ બ્રીફકેસ એક સ્વીટ ડીશ રજૂ કરી જેના કારણે લાલ રંગની પરંપરા શરૂ થઈ.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : 'સફેદ-ગુલાબી સાડી, હાથમાં બજેટ ટેબલેટ', FM સીતારમણ અનોખા અંદાજમાં
તો શું આ કારણોસર પણ લાલ રંગ મહત્વપૂર્ણ
ADVERTISEMENT
બજેટ (Budget) નો દિવસ ખાસ હોય છે અને તેના પર ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવે છે તેથી તેને લગતા દસ્તાવેજો ધરાવતી થેલી પણ ખાસ હોય છે. તેથી તે આકર્ષક લાગે તેવા રંગની બ્રીફકેસ અથવા બેગમાં રજૂ કરવામાં આવે છે. લાલ રંગ ધ્યાન આકર્ષિત કરે છે તેથી મહત્વપૂર્ણ જાહેરાતો માટે આ રંગ વધુ સારી પસંદગી માનવામાં આવે છે. આ સિવાય લાલ રંગને ભારતીય પરંપરાનું પ્રતીક પણ માનવામાં આવે છે. સામાન્ય રીતે ધાર્મિક ગ્રંથોને ઢાંકવા માટે લાલ કપડાનો ઉપયોગ કરવામાં આવે છે તેના કારણે બજેટ (Budget) ની જાહેરાતમાં આ રંગનું વિશેષ મહત્વ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.