બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget 2024 / Budget / મહિલાઓ તથા દીકરીઓને લઈને બજેટમાં રૂ. 3 લાખ કરોડનું પેકેજ જાહેર, જાણો વિગત
Last Updated: 11:56 AM, 23 July 2024
Budget 2024: મોદી સરકારનાં ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટને સંસદમાં રજૂ કરી રહી છે. પોતાના ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યું, "ભારતની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ સતત શાનદાર બની રહી છે. ભારતનાં ફુગાવાની સ્થિતિ સ્થિર છે, જે 4%નાં લક્ષ્ય તરફ છે."
ADVERTISEMENT
#Budget2024 | Finance Minister Nirmala Sitharaman says, "Working women hostels will be set up. Higher participation of women in workforce to be promoted through hostels and creches...Our government will bring National Cooperation Policy for overall development. Our government… pic.twitter.com/b1jK7Hl3oU
— ANI (@ANI) July 23, 2024
ADVERTISEMENT
નાણામંત્રીએ કહ્યું કે ગરીબ, યુવા, મહિલાઓ, ખેડૂતો જેવા મહત્ત્વપૂર્ણ વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોજગાર, કૌશલ્ય, MSME, મધ્યમ વર્ગ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભારતના લોકોએ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ ઐતિહાસિક ત્રીજા કાર્યકાળ માટે ફરી ચૂંટાયા છે.
આ પણ વાંચો: ગરીબોના ભોજનમાં નહીં પડે ખોટ ! મોદી સરકારે PM ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવી
મહિલાઓ અને છોકરીઓ માટે 3 લાખ કરોડ
મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100 થી વધુ શાખાઓ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે. વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોપર્થી વિસ્તાર અને હૈદરાબાદ-બેંગલુરુ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ઓરવાકલ વિસ્તારના વિકાસ માટે ફંડ આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.