બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / Budget 2024 / Budget / બજેટના એલાન બાદ મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદનારાઓને થશે વિશેષ ફાયદો, જાણો કઇ રીતે
Last Updated: 05:16 PM, 23 July 2024
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારના રોજ સતત 7 મી વાર સંસદમાં બજેટ રજૂ કરીને પૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઇનો રેકોર્ડ તોડ્યો હતો. મોરારજી દેસાઈએ વર્ષ 1959 થી 1964 દરમિયાન પાંચ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જોકે સૌથી વધુ વાર બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ તેમના નામે જ છે. જેમાં મોરારજી દેસાઈએ 10 બજેટ ભાષણ રજૂ કર્યા હતા. જે બાદ પી.ચિદમ્બરમે 9 અને પ્રણવ મુખર્જીએ 8 વાર બજેટ રજૂ કર્યું હતું.
ADVERTISEMENT
નિર્મલા સીતારમણ એવા પહેલા નાણામંત્રી છે જેઓએ સતત સાત વાર બજેટ રજૂ કર્યું હોય. આ પહેલા તેઓએ આ વર્ષે ફેબ્રુઆરીમાં 47.65 લાખ કરોડ રૂપિયાનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2024-25 ના બજેટમાં કેન્દ્ર સરકારે યુવાનો અને મહિલાઓને ખાસ ભેટ પણ આપી છે.
ADVERTISEMENT
25 હજાર વિદ્યાર્થીઓ માટે સહાય યોજના
નાણામંત્રી નિર્મલા સીતારમણે દર વર્ષે 25 હજાર વિદ્યાર્થીઓની સહાય માટે મોડેલ કૌશલ ઋણ યોજાનામાં વધારે સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેના કારણે ઘરેલુ સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટેના ઈ-વાઉચર દર વર્ષે 1 લાખ લોકોને આપવામાં આવશે. જેના પર 3 ટકા વાર્ષિક વ્યાજની છૂટ પણ અપાશે.
5 કરોડ યુુવાનોને મળશે ઇન્ટર્નશીપ
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ હતુ કે રોજગાર અને કૌશલ તાલીમ થી જોડાયેલ વિવિધ પાંચ યોજનાઓ માટે 2 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં ટોપ 500 કંપનીઓમાં 5 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ આપવામાં આવશે. તેમના જણાવ્યા પ્રમાણે પહેલીવાર નોકરી કરનારાઓનો પગાર એક લાખ રૂપિયાથી ઓછો હોય અને તેઓ પ્રથમ વખત EPFO સાથે નોંધણી કરાવે છે, તો તેમને ત્રણ હપ્તામાં 15,000 રૂપિયાની સહાય મળશે.
બજેટમાં મહિલાઓ પર વિશેષ ધ્યાન
બજેટ 2024માં મહિલાઓ અને યુવતીઓને લાભ થતી યોજનાઓ માટે સરકારે 3 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. કામકાજ કરતી મહિલાઓને નોકરી દરમ્યાન કોઈ પ્રકારની સમસ્યા ન થાય તે માટે કેન્દ્ર સરકારે તે જગ્યા પર છોટા બાળકોની દેખભાળ કરવા માટે પણ વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે. સામાન્ય રીતે જોવા મળતુ હોય છે કે પોતાના નાના બાળકોને લીધે મહિલાઓને નોકરી છોડવાની વારી આવતી હોય છે. ત્યારે આ સમસ્યાને ધ્યાને રાખી આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વધુ વાંચો : એવી જાહેરાતો જેને જનતાની આશા પર પાણી ફેરવી તોળ્યું, હાથ લાગી નિરાશા, સમજો વિગતવાર
બજેટ 2024માં મહિલાઓને શું ફાયદો?
કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાતી સંપત્તિના રજીસ્ટ્ર સમયે લગાડવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી પર રાહત આપવાની મહત્વની જાહેરાત કરી છે. આ સિવાય કેન્દ્ર સરકારે 20 લાખ યુવતીઓને પોતાના પગભર કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે આ સમયે એવી ઘણી મહિલાઓ છે, જેમની પાસે આવડત ન હોવાથી તે ગમતી નોકરીઓ કરી શક્તી નથી. જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાઓને શિક્ષિત કરવાની જાહેરાત કરી હતી. જેના થકી તેઓ ભારતની અર્થવ્યવસ્થાને વિકસિત કરવામાં પોતાનો નોંધપાત્ર ફાળો આપી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.