બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget 2024 / Budget / એવી જાહેરાતો જેને જનતાની આશા પર પાણી ફેરવી તોળ્યું, હાથ લાગી નિરાશા, સમજો વિગતવાર
Last Updated: 03:42 PM, 23 July 2024
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું. તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં, ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું અને સરકાર બનાવવા માટે સાથી પક્ષોનો ટેકો લેવો પડ્યો હતો. તેથી, આજે જ્યારે સીતારમણ નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરવા માટે લોકસભામાં ઉભા થયા, તો બજેટને લઈને ઘણી અપેક્ષાઓ રખાઈ રહી હતી, પરંતુ ઘણા વર્ગો આ બજેટથી નિરાશ થયા છે.
ADVERTISEMENT
ખેડૂતોની આવક વધારવા કે બેરોજગારી ઘટાડવા કોઈ યોજના નથી
કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે બજેટમાં 1.52 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોની સતત માંગણી છતાં બજેટમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત પીએમ કિસાન એટલે કે કિસાન સન્માન નિધિની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો નથી. તો બીજી તરફ વિશ્વમાં સૌથી ઝડપી આર્થિક વિકાસ કરી રહેલા ભારત માટે બેરોજગારી સૌથી મોટો પડકાર છે. દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે પરંતુ તે પ્રમાણે નોકરીઓ ઊભી કરવામાં નિષ્ફળતા મળી છે. ત્યારે આજે રજૂ થયેલા બજેટમાં બેરોજગારીની વધતી જતી સમસ્યાને પહોંચી વળવા માટે કોઈ ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી. જો કે રોજગાર સંબંધિત પ્રોત્સાહનો હેઠળ ત્રણ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ બેરોજગારોની વધતી જતી સંખ્યા માટે આ અપૂરતી છે.
ADVERTISEMENT
મધ્યમ વર્ગને કોઈ રાહત નહીં
મધ્યમ વર્ગને આ બજેટ પાસેથી મોટી અપેક્ષાઓ હતી. તેઓ સૌથી વધુ ટેક્સ ચૂકવે છે, પરંતુ તેમને બહુ રાહત આપવામાં આવી નથી. નવી ટેક્સ વ્યવસ્થામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરવામાં આવ્યું છે. ઉપરાંત, નવી ટેક્સ વ્યવસ્થામાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નાણામંત્રીનો દાવો છે કે આનાથી 10 લાખ રૂપિયાથી વધુ પગાર મેળવનારાઓ માટે વાર્ષિક 17,500 રૂપિયાની બચત થશે. પરંતુ જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: માત્ર એક જ ક્લિકમાં જાણો બજેટમાં કરાયેલી મહત્ત્વની 15 જાહેરાતો, એ પણ ગ્રાફિક્સમાં
રેલ ઇન્ફ્રા માટે કોઈ ફ્યુચર વિઝન નથી
ગયા વર્ષે જૂન મહિનામાં ઓડિશામાં, ગયા મહિને બંગાળ અને બિહાર બોર્ડર પર અને તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગોંડા નજીક રેલ અકસ્માતો થયા. તેથી એવું માનવામાં આવતું હતું કે બજેટમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર ભાર મૂકવામાં આવશે. પરંતુ બજેટમાં આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ઉપરાંત, વંદે ભારત, અમૃત ભારત અને બુલેટ ટ્રેનને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.