બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કૃષિ વિકાસને લઇ બજેટમાં 1.52 લાખ કરોડનું પેકેજ જાહેર, કિસાન ક્રેડિટ કાર્ડ પર પણ મોટું એલાન
Last Updated: 12:07 PM, 23 July 2024
ત્રીજી વાર સત્તામાં આવ્યાં બાદ મોદી સરકાર આજે પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણા મંત્રી નિર્મલા સીતારામણ સતત સાતમી વાર બજેટ રજૂ કરી રહ્યા છે.
ADVERTISEMENT
બજેટ 2024: ખેડૂતો માટે કયા મોટા એલાન?#budget #farmer #khedut #budget2024 #nirmalasitharaman #nirmalasitharamanspeech #narendramodi #modibudget #vtvgujarati #vtvcard pic.twitter.com/cEH4BWmDgZ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 23, 2024
આ વર્ષના બજેટમાં ખેડૂતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ખેડૂતોની આવક વધારવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે અને આ માટે બજેટ 2024માં કૃષિ ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ સાથે જ કિસાન ક્રેડિટ કાર્ડને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. હવે આ સુવિધા વધુ 5 રાજ્યોમાં ઉપલબ્ધ થશે. કિસાન ક્રેડિટ કાર્ડ પર કુલ વ્યાજ દર 9% છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા 2% સબસિડી આપવામાં આવે છે.
#WATCH वित्त मंत्री निर्मला सीतारमण ने कहा, "इस वर्ष कृषि और संबद्ध क्षेत्रों के लिए आवंटन 1.52 लाख करोड़ रुपये है।" pic.twitter.com/MebiuKE4Zz
— ANI_HindiNews (@AHindinews) July 23, 2024
સાથે જ ખેડૂતો માટે ઘણી યોજનાઓ બહાર આવી છે. બજેટ 2024 માં, કેન્દ્ર સરકારનું ધ્યાન કૃષિ માળખાગત માળખાને મજબૂત કરવા, કૃષિમાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા અને કુદરતી ખેતી તરફ ખેડૂતોના ઝોકને વધારવા પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જો કે, વડાપ્રધાન કિસાન સન્માન નિધિ અને MSPની રકમમાં વધારાને લઈને બજેટમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.