બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / Budget 2024 / Budget / Budget 2024 : એક્સ્ટ્રા પ્રોવિડેંટ ફંડને લઇ બજેટમાં કરાઇ મોટી જાહેરાત, એકસાથે 30 લાખ કર્મચારીઓને થશે ફાયદો
Last Updated: 11:42 AM, 23 July 2024
Budget 2024 : મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે રોજગાર પર મોટી માહિતી આપી હતી. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે, બજેટમાં મધ્યમ વર્ગ અને રોજગાર પર ફોકસ છે. તેમણે કહ્યું કે, સરકાર આગામી 5 વર્ષમાં રોજગાર વધારવા માટે 2 લાખ રૂપિયા ખર્ચ કરશે. આ સાથે 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટેના પેકેજ પર ફોકસ કરવામાં આવશે.
ADVERTISEMENT
આ સિવાય નાણામંત્રીએ કહ્યું કે સરકાર શિક્ષણ અને કૌશલ્ય વધારવા માટે 4.8 લાખ કરોડ રૂપિયા ફાળવશે. સરકારે વિકસિત ભારત માટે 9 પ્રાથમિકતાઓ નક્કી કરી છે, જેમાં યુવાનોને રોજગાર આપવાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
रोज़गार एवं कौशल प्रशिक्षण🎓
— पीआईबी हिंदी (@PIBHindi) July 23, 2024
महिलाओं एवं छात्रों पर विशेष ध्यान#UnionBudget2024 #Budget2024 #BudgetForViksitBharat pic.twitter.com/EFxiupF8QK
બજેટ 2024: ખેડૂતો માટે કયા મોટા એલાન?#budget #farmer #khedut #budget2024 #nirmalasitharaman #nirmalasitharamanspeech #narendramodi #modibudget #vtvgujarati #vtvcard pic.twitter.com/cEH4BWmDgZ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 23, 2024
એક્સ્ટ્રા પ્રોવિડન્ટ ફંડ
નોકરીયાતોને ભેટ આપતી વખતે, નાણામંત્રીએ કહ્યું કે પ્રથમ વખત નોકરી મેળવનારાઓને વધારાનો પીએફ આપવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી 30 લાખ નવા કર્મચારીઓને યોજનાનો લાભ મળશે. સરકાર વર્ક ફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર ભાર મૂકશે.
મોદી સરકારનો 9 સૂત્ર પ્લાન, યોજનાઓ માટે રૂ. 2 લાખ કરોડનું એલાન#budget #budget2024 #nirmalasitharaman #nirmalasitharamanspeech #narendramodi #modibudget #vtvgujarati #vtvcard pic.twitter.com/gnfDs6eSiH
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 23, 2024
ઓછા પગારવાળા લોકોને ફાયદો
બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે વાર્ષિક 1 લાખ રૂપિયાથી ઓછો પગાર ધરાવતા લોકોને DBTની સુવિધા મળશે. આ સિવાય પીએમ યોજના હેઠળ 20 લાખ યુવાનોને કૌશલ્યવાન બનાવવામાં આવશે. સરકાર આગામી 5 વર્ષમાં 20 લાખ યુવાનોને કૌશલ્ય બનાવશે.
વધુ વાંચો : Budget 2024: રોજગાર આપવા મુદ્દે બજેટમાં કરાયું મોટું એલાન, થશે 4 કરોડ યુવાઓને ફાયદો
સ્કીલ લોન આપવામાં આવશે
સરકારે વિદ્યાર્થીઓનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. આ માટે મોડલ સ્કિલ લોન મળશે. વિદ્યાર્થીઓને રૂ.7.5 લાખની મોડલ સ્કીલ લોન મળશે. મોડલ સ્કિલ લોનનો લાભ 25,000 વિદ્યાર્થીઓને મળશે. 5 વર્ષમાં 20 લાખ યુવાનોને કુશળ બનાવશે. ઉચ્ચ સ્થાનિક શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.