બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Budget 2023 Live Updates Nirmala Sitharaman to present budget 2023 today

બજેટ 2023 / 7 લાખ સુધીની આવક પર કોઇ જ TAX નહીં, જાણો અત્યાર સુધીમાં શું-શું કરાઇ મહત્વની જાહેરાત?

Dhruv

Last Updated: 01:14 PM, 1 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દેશનું 75મું સામાન્ય બજેટ. આ અગાઉ 2023 પહેલા 74 સામાન્ય બજેટ, 14 વચગાળાના બજેટ અને ચાર વિશેષ બજેટ અથવા મિની બજેટ રજૂ કરવામાં આવ્યા છે.

 • આજે દેશનું 75મું અને નાણામંત્રીનું 5મું સામાન્ય બજેટ
 • નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરનારી બીજી મહિલા
 • ભારતનું પ્રથમ બજેટ 1947માં રજૂ થયુું હતું

 • બજેટ હાઈલાઇટ્સ

 • સાત લાખ સુધીની આવક પર ટેક્સ નહીં લાગે (રિબેટ મળશે)

 • મોબાઈલ ફોન, TV, ઈલેક્ટ્રિક વાહનો થશે સસ્તા

 • મહિલાઓ માટે સન્માન બચત પત્ર યોજના, બે વર્ષ સુધી બે લાખની બચત પર 7.5% વ્યાજ અપાશે

 • MSMEને વ્યાજમાં 1%ની રાહત, PM કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ થશે

 • ડિજીલૉકર અને આધારને એડ્રેસ પ્રૂફ માનવામાં આવશે, PAN કાર્ડ ઓળખપત્ર તરીકે માન્ય ગણાશે

 • PM આવાસ યોજનામાં વધુ 79 હજાર કરોડ રૂપિયાની ફાળવણી

 • હજુ એક વર્ષ સુધી મળશે મફત અનાજ, રૂ.2 લાખ કરોડની ફાળવણી

 • 157 નવી નર્સિંગ કૉલેજ ખોલવામાં આવશે

 • TAX SLABમાં મોટો ફેરફાર: જુઓ હવે કોને કેટલો ટેક્સ ભરવો પડશે?


7 લાખ સુધીની આવક ધરાવનારાઓએ નહીં ચૂકવવો પડશે કોઈ ટેક્સ.

પહેલા તેની મર્યાદા હતી રૂપિયા 5 લાખ.

0થી 3 લાખ સુધી કોઈ ટેક્સ નથી.

3થી 6 લાખની આવક પર 5% ટેક્સ.

6થી 9 લાખ રૂપિયા સુધી 10% ટેક્સ.

9થી 12 લાખ પર 15% ટેક્સ.

12થી 15 લાખ પર 20% ટેક્સ.

15 લાખથી વધુ આવક ધરાવનારાઓએ 30% ટેક્સ ચૂકવવો પડશે.

 • BIG NEWS: 7 લાખ સુધીની આવક ધરાવતા લોકોને કોઈ ટેક્સ આપવો પડશે નહીં.

 • સોનું-ચાંદી અને પ્લેટિનમ થશે મોંઘુ તો બીજી બાજુ સિગારેટ પર ટેક્સ વધવાથી ભાવ વધશે.
 • બજેટમાં મોટું એલાન: દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સ, મોબાઈલ ફોન અને કેમેરા થશે સસ્તા, નાના વેપારીઓને વ્યાજ પર મળશે 1% છૂટ.
 • કેન્દ્ર સરકાર લોન્ચ કરશે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0, યુવાનોને આંતરરાષ્ટ્રીય અવસરોમાં કુશળ બનાવવા માટે 30 સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર કરાશે સ્થાપિત: નિર્મલા સીતારમણ
 • જૂના વાહનો બદલવા માટે સહાય અપાશે. ગોવર્ધન યોજના હેઠળ, 500 નવા અવશેષોમાંથી આવક પેદા કરવા માટે 200 કોમ્પ્રેસ્ડ બાયો ગેસનો સમાવેશ કરવામાં આવશે, જેમાં કુલ ખર્ચ રૂ. 10,000 કરોડ થશે.

લેબમાં બનેલા ડાયમંડ સસ્તા થશે, કસ્ટમ ડ્યુટીમાં મળશે છૂટ.

અમે એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવામાં મદદ કરીશું.

ઊર્જા પરિવર્તન માટે રૂ. 35,000 કરોડની અગ્રતા મૂડી; સદ્ધરતા ગેપ ફંડિંગ મેળવવા માટે બેટરી સ્ટોરેજ.

જૂના વાહનો બદલવા માટે સહાય આપવામાં આવશે.

અમૃત ધરોહર યોજના હેઠળ વેટલેન્ડના વિકાસ સાથે સ્થાનિક સમુદાયને જોડવામાં આવશે.

 • પ્રાદેશિક એર કનેક્ટિવિટી સુધારવા માટે 50 વધારાના એરપોર્ટ, હેલિપોડ્સ, વોટર એરો ડ્રોન અને અદ્યતન લેન્ડિંગ ગ્રાઉન્ડ્સને પુનર્જીવિત કરવામાં આવશે: નિર્મલા સીતારમણ

 • હવેથી PANCARD પણ દેશભરમાં ID તરીકે માન્ય.

 • રેલવે માટે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરાયું. રેલવે માટે 2.4 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી.

 • PM આવાસ યોજનાનો ખર્ચ 66% વધારીને 79,000 કરોડથી વધુ કરવામાં આવી રહ્યો છે: નિર્મલા સીતારમણ

 • દેશમાં 2014થી સ્થપાયેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે મળીને 157 નવી નર્સિંગ કોલેજોની સ્થાપના કરવામાં આવશે: નિર્મલા સીતારમણ

 • નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના જણાવ્યા અનુસાર આ વર્ષે બજેટ 2023-24ની પ્રાથમિકતાઓ કઇ-કઇ છે? તો સમાવિષ્ટ વિકાસ, છેલ્લા માઇલ સુધી પહોંચવું, ઇન્ફ્રા અને રોકાણ, સંભવિત, હરિયાળી વૃદ્ધિ, યુવા અને નાણાકીય ક્ષેત્રને બહાર કાઢવું.

 • વર્તમાન વર્ષમાં 7 ટકા GDP રહેવાનું અનુમાન, સરકાર સ્વરોજગાર વધારવા માટે ધ્યાન આપી રહી છે, G20માં ભારતની અધ્યક્ષતા ભારતની તાકાતને દર્શાવે છે: નાણામંત્રી સીતારમણ

 • 80 કરોડ લોકોને 28 મહિના માટે મફત અનાજ આપવામાં આવ્યું: નાણામંત્રી સીતારમણ

 • ભારતીય અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે, અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે: નાણામંત્રી નિર્મલા સીતારમણ

 • નિર્મલા સીતારમણે બજેટ ભાષણ શરૂ કરતા જ વિપક્ષ સાંસદોએ ભારત જોડોના નારા લગાવ્યા.

 • PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે બજેટને પણ મંજૂરી આપી દેવાઇ છે.

 • ટૂંક સમયમાં જ PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થશે. PM મોદી પણ પહોંચ્યા સંસદ ભવન.

 • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પહોંચ્યા સંસદ ભવન, ટૂંક સમયમાં જ અહીંયા કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે.

 • બજેટ રજૂ થાય એ પહેલા PM મોદીએ બોલાવી કેબિનેટની બેઠક. નાણામંત્રી નિર્મલા સીતારમણ 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે.
 • બજેટ રજૂ થાય તે પહેલા શેરમાર્કેટમાં તેજી, ખૂલતાંની સાથે જ 450 પોઈન્ટ ઉછળ્યો સેન્સેક્સ-નિફ્ટીમાં પણ 150 પોઈન્ટની તેજી.

આજે મોદી સરકારના બીજા કાર્યકાળના પૂર્ણ કદનું અંતિમ બજેટ રજૂ થઇ જવા રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં પાંચમું અને દેશનું 75મું બજેટ વાંચશે. ત્યારે કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરતા પહેલા બજેટ પહેલાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, રાજ્યમંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડ, રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી.

નિર્મલા સીતારમણ નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરનારી બીજી મહિલા
તમને જણાવી દઇએ કે, નિર્મલા સીતારમણ નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરનારી બીજી મહિલા છે. આ પહેલા ઈન્દિરા ગાંધીએ 1970માં નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું.  આ દરમિયાન નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દેશની આઝાદી પછીથી અત્યાર સુધીમાં કુલ 74 વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યા છે અને આ સિવાય 14 વચગાળાના બજેટ, 4 વિશેષ બજેટ અથવા મિની બજેટ રજૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જ એવા વડાપ્રધાન છે જેમણે બજેટ રજૂ કર્યું હતું.

ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947ના રોજ આર.કે સન્મુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું
ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947ના રોજ આર.કે સન્મુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. નોંધનીય છે જએ આરકે સન્મુખમ ચેટ્ટીએ ભારતના પહેલા નાણામંત્રી તરીકે સેવા આપી હતી.

નિર્મલા સીતારમણે 2 કલાક 40 મિનિટ બોલીને બનાવ્યો હતો રેકોર્ડ
જણાવી દઈએ કે નિર્મલા સીતારમણે અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું છે અને વર્ષ 2020માં નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે 2 કલાક 40 મિનિટ બોલીને રેકોર્ડ બનાવ્યો હતો.

આ સિવાય નિર્મલા સીતારમણે બજેટને બ્રીફકેસમાં લઈ જવાની લાંબા સમયથી ચાલી આવતી સંસ્થાનવાદી પરંપરાને તોડવાનું કામ કર્યું હતું. જણાવી દઈએ કે વર્ષ 2019 માં સિતારમણ મુખ્ય દસ્તાવેજો રજૂ કરવા માટે હિસાબી પુસ્તકો લાવી હતી. તેને ખાસ પ્રકારના લાલ રંગના રેશમી કપડામાં લપેટવામાં આવતું હતું. આ સાથે જ તેની ઉપર રાષ્ટ્રીય ચિહ્ન બનાવવામાં આવ્યું હતું.

બજેટ પર સમગ્ર દેશની નજર 
રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે મંગળવારે બજેટ સત્રની શરૂઆત થઈ છે. સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતી દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં વર્તમાન સરકારને મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતી સરકાર ગણાવી બજેટ સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્ર સારૂ જવાની આશા વ્યક્ત કરી અને વિપક્ષને તકરારની જગ્યાએ તકરીરની સલાહ આપી હતી.બજેટ પર સમગ્ર દેશની નજર છે. ખાસ કરી દેશમાં મોંઘવારી માજા મુકી રહી છે ત્યારે સામાન્ય નાગરિકો આ બજેટ તરફ આશાની નજરે જોઈ રહ્યા છે. શાકભાજીથી લઈ તેલ અને ગેસના ભાવવધારાએ ગૃહિણીઓને પરેશાન કરી છે. ત્યારે બજેટમાં લોકોને આશા અપેક્ષાઓ વધારે છે.

જાણો શું છે ભારતના બજેટનો ઇતિહાસ?

દેશનું પહેલુ બજેટ 7 એપ્રિલ 1860માં બ્રિટિશ સરકારના વિત્ત મંત્રી જેમ્સ વિલ્સનના રજૂ કર્યુ હતું. આઝાદી પછી પહેલું બજેટ દેશના પહેલા વિત્તમંત્રી આરકે ષણમુખમ ચેટ્ટીએ 26 નવેમ્બર 1947માં રજૂ કર્યુ. આ બજટે 15 ઓગ્સ્ટ 1947થી 31 માર્ચ 1948 સુધીનું હતુ. ભારતીય ગણતંત્રની સ્થાપના પછી પહેલુ બજેટ 28 ફેબ્રુઆરી 1950માં રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં યોજના આયોગની સ્થાપનાનું વર્ણન કરવામાં આવ્યું હતું.

બજેટ નિર્માણનો ઉદ્દેશ્ય:

બજેટ બનાવવા દરમિયાન સરકારનો લક્ષ્ય આવકના સાધન વધારતા યોજનાઓ માટે ધન વહેંચવાનું, દેશની આર્થિક વિકાસ દરમાં વધારો કરવાની યોજનાઓ બનાવવી, લોકોની આર્થિક સ્થિતમાં બદલાવ લાવવા સહિત ગરીબી તથા બેરોજગરાી દૂર કરવા માટે યોજનાઓ બનાવવી શામેલ છે. આ સાથે જ દેશમાં આધારભૂત ઢાંચાનું નિર્માણ, રેલ્વે, વિજળી, રસ્તાઓ માટે ધનરાશિ વહેંચવી પણ બજેટમાં આવે છે. સરકારની આવકના પ્રમુખ સાધનોમાં વિભિન્ન પ્રકારના કર અને આવક, સરકારી શુલ્ક, દંડ,લ લાંભાજ, આપવામાં આવેલી લોન પરનુ વ્યાજ વગેરે શામેલ છે.

બજેટ નિર્માણનુ ચરણ:

- બજેટની રૂપરેખા
- બજેટના દસ્તાવેજ
- સંસદની સ્વીકૃતિ 
- બજેટની કામગીરી
- નાણાકીય ભંડોળનું એકાઉન્ટિંગ અને એકાઉન્ટિંગ પરીક્ષણ

પાંચ પ્રકારના હોય છે બજેટ:

- પારમ્પરિક અથવા સામાન્ય બજેટ
- કામગીરી બજેટ
- શૂન્ય આધારિત બજેટ
- પરિણામસ્વરૂપ બજેટ
- જાતીય બજેટ

કોણ તૈયાર કરે છે બજેટ:

ભારતનુ કેન્દ્રીય બજેટ ઘણા વિભાગોની પરસ્પર વિચાર-વિમર્શ કર્યા પછી તૈયાર થાય છે. જેમાં વિત્ત મંત્રાલય, નીતિ આયોગ અને સરકારના અન્ય મંત્રાલય શામેલ છે. વિત્ત મંત્રાલય ખર્ચ પછી આધાર પર ગાઇડલાઇન જારી કરે છે,  જેના પર અલગ-અલગ મંત્રાલયની તરફથી ફંડ માંગ જણાવે છે, જે પછી વિત્ત મંત્રાલયમાં આર્થિક મામલાના વિભાગ (Department of Economics Affairs)ની બજેટ ડિવીઝન તેણે તૈયાર કરે છે.

બજેટ નિર્માણની મુખ્ય એજન્સીઓ:

યોજના આયોગ, પ્રશાસિક મંત્રાલય અને વિત્ત મંત્રાલય

આ રીતે તૈયાર થાય છે કેન્દ્રીય બજેટ:

કેન્દ્ર સરકારનુ બજેટ બનાવવાની પ્રક્રિયા સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં શરૂ થઇ જાય છે. આ દરમિયાન આર્થિક મામલાના વિભાગ બજેટ ડિવીઝન તમામ મંત્રાલયો, રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશો,સ્વાયત્ત સંસ્થાઓ અને રક્ષાબળોને સર્કુલર જારી કરે છે, જેમાં તેમના આવનારા વિત્તીય વર્ષમાં તેમના ખર્ચાનું અનુમાન લગાવવીને જરૂરી ફંડ બતાવવા માટે કહેવામાં આવે છે.  પછી અલગ-અલગ વિભાગની વચ્ચે ફંડ આપવાને લઇને ચર્ચા થાય છે. આ સાથે જ બજેટ ડિવીઝન આવક વિભાગ, વાણિજ્ય મંડળો, ઉદ્યોગ સંગઠનો, ખેડૂતો સંગઠનો, ટ્રેડ યૂનિયનો, અર્થશાસ્ત્રીઓ જેવા અલગ-અલગ ક્ષેત્રોના હિતધારકો સાથે ચર્ચા કરીને બજેટ તૈયાર કરે છે.

કયા વિભાગમાં કેટલી રકમ, તે કઇ રીતે થાય છે નક્કી:

બજેટ દરમિયાન દરેક મંત્રાલય પોતાના વિભાગ માટે વધારેમાં વધારે ફંડ મળે તે માટે પ્રયત્ન કરે છે, જેથી તેઓ પોતાની યોજનાઓ પર વધારે ખર્ચાઓ કરી શકે. પરંતુ સીમિત આવકના કારણે તમામ મંત્રાલયોની ઇચ્છા પૂરી નથી શકતા.એવામાં કયા વિભાગમાં કેટલી રકમ આપવામાં આવે, આ વાત નક્કી કરવા માટે વિત્ત મંત્રાલય ઓક્ટોબર- નવેમ્બર દરમિયાન અન્ય મંત્રાલયોની સાથે બેઠક કરતા એક બ્લૂપ્રિન્ટ બનાવે છે. બેઠકમાં પ્રત્યેક મંત્રાલયના વરિષ્ઠ અધિકારી ફંડ વહેંચણી કરવા માટે વિત્ત મંત્રાલય સાથે ભાવતાલ કરે છે.

ખૂબ જ ખાનગી હોય છે બજેટ દસ્તાવેજ:

બજેટના દસ્તાવેજો ખૂબ જ ખાનગી હોય છે. બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન વિત્ત મંત્રાલયના ટોચના અધિકારી લઇને સ્ટેનોગ્રાફર્સ, ટાઇપરાઇટર્સ, પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારીઓ અન્ય લોકો ઑફિસમાં રહીને કામ કરે છે. છેલ્લા સમય સુધી પોતાના પરિવારની સાથે કામ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ દમરિયાન બજેટ તૈયાર કરનાર અને તેના પ્રકાશનની સાથે જોડાયેલા લોકો પર નજર રાખવામાં આવે છે. બજેટ પ્રક્રિયામાં વિત્તમંત્રીના ભાષણને સૌથી સુરક્ષિત રાખવામાં આવે છે, જેથી બજેટની જાહેરાતના 2 દિવસ પહેલા જ પ્રિન્ટ કરાવવા માટે મોકલવામાં આવે છે. 

બજેટ તૈયારીમા મહત્વનો ભાગ છે 'હલ્વાનો રિવાજ'

બજેટથી સંબંધિત દસ્તાવેજોની પ્રિન્ટિંગ પ્રક્રિયા શરૂ થયા પહેલા નોર્થ બ્લોક સ્થિત વિત્ત મંત્રાલયમાં હલ્વો ખવડાવવાનો રિવાજ છે. જેમાં વિત્ત મંત્રી બજેટ તૈયાર કરવાની પ્રક્રિયાથી જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને વચ્ચે હલ્વાનુ વિતરણ કરવામાં આવે છે. આ વિધી થયા પછી બજેટ રજૂ થયા સુધી વિત મંત્રાલયને સંબંધિત અધિકારીઓને સાત દિવસ સુધી સૌથી દૂર રાખવામાં આવે છે. આ દરમિયાન તેણે કોઇ બહારી વ્યકિતની સાથે સંપર્ક નથી કરવા દેવામાં આવતો. સંસદમાં બજેટ રજૂ થયા પછી તેમણે બહાર આવવા દેવામાં આવે છે. 

રાષ્ટ્રપતિની અનુમતિ લઇને રજૂ થાય છે બજેટ:

બજેટની પહેલી ડ્રાફ્ટ કૉપી સૌથી પહેલા વિત્ત મંત્રી સામે રાખવામાં આવે છે, જેનુ પેપર વાદળી રંગનું હોય છે. બજેટ રજૂ કરતા પહેલા કેન્દ્ર સરકારને રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે છે. જે પછી કેન્દ્રીય મંત્રીમંડળની સામે રાખવામાં આવે છે, જે પછી સંસદના બંને સદનોમાં રજૂ કરવામાં આવે છે. સામાન્ય બજેટને 2 ભાગમાં રાખવામાં આવે છે. પહેલા ભાગમાં સામાન્ય આર્થિક સર્વે અને નીતિઓ વિશે વાત કરવામાં આવે છે જ્યારે બીજી ભાગમાં આવનારા સમય માટે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સનો પ્રસ્તાવ રાખવામાં  આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Budget With VTV Budget2023 IndiaBudget2023 Union Budget news UnionBudget2023 budgetupdate indian economy Budget 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ