બ્રેકિંગ ન્યુઝ
VTV / budget 2023 government can give benefit to middle class
Vaidehi
Last Updated: 11:17 AM, 18 January 2023
ADVERTISEMENT
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીનાં રોજ સામાન્ય બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણનું આ ચોથું બજેટ રહેશે. 2014માં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યાં બાદ સરકાર આ વખતે પોતાનું 10મું બજેટ રજૂ કરશે. આ વખતે પણ બજેટને લઈને રિસર્ચ અને અનુમાનો લગાવવામાં આવી રહ્યાં છે. સૌથી વધુ ફાયદો મિડલ ક્લાને થશે તેવી આશાઓ દર્શાવવામાં આવી રહી છે. આ વખતે સરકાર મિડલ ક્લાસને ત્રણ ફ્રન્ટ પર રાહત આપી શકે છે.
મોદી સરકારે માત્ર એકવાર સ્લેબમાં કર્યો છે ફેરફાર
નરેન્દ્ર મોદી સરકારે સત્તામાં આવ્યાં બાદ માત્ર એકવાર 2014-15માં ઈનકમ ટેક્સ સ્લેબમાં ફેરફારો કર્યાં છે. ત્યારથી લઈને અત્યાર સુધી ટેક્સ સ્લેબ એટલું જ છે. હાલમાં બેસિક છૂટ 2.5 લાખ રૂપિયા છે. 60થી 80 વર્ષ સુધીનાં સીનિયર સિટીઝન માટે આ છૂટ 3 લાખ જ્યારે 80થી ઉપરની ઉંમરનાં લોકો માટે 5 લાખ સુધીની છૂટ છે.
ADVERTISEMENT
મિડલ અને નોકરીયાતોને 3 ફ્રન્ટ પર મળી શકે છે લાભ:
1. ઈનકમ ટેક્સ સ્લેબ
છેલ્લા 8 વર્ષો દરમિયાન મોંઘવારીમાં ઘણો વધારો થયો છે. ખાસ કરીને કોરોનામાં સૌથી વધુ મિડલ ક્લાસ અને સેલેરીડ ક્લાસ લોકોની આવક પર અસર થઈ છે. તેવામાં આ બજેટમાં મોદી સરકાર ઈનકમ ટેક્સ સ્લેબમાં બદલાવ કરી શકે છે. બેસિક છૂટની લિમિટને વધારી પણ શકે છે.
2. સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો સંભવ
હાલમાં સેલેરી ક્લાસને 50000 રૂપિયાનો સ્ટાન્ડર્ઝ ડિડક્શનનો લાભ મળે છે. મોદી સરકારે જ્યારે તેને ફરીથી લાગૂ પાડ્યું ત્યારે મેડિકલ અને ટ્રાન્સપોર્ટ માટે મળનારી ટેક્સ ફ્રી રિમ્બર્સમેન્ટને પૂરું કરી દીધેલ હતું. એક્સપર્ટસ્ અનુસાર છેલ્લા કેટલાક મહિલાઓમાં તેલ અને દવાઓની કિંમતોમાં ઘણો વધારો નોંધાયો છે તેવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યો છે કે ટેક્સનાં બોજને ઓછું કરવામાં આવે અને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ થોડી છૂટ આપવામાં આવે.
3. હોમ લોન
છેલ્લા થોડા મહિનાથી RBIએ રેપોરેટમાં વધારો કર્યો છે જેના કારણે લોન પણ મોંઘી થઈ છે. જેની સૌથી વધુ અસર મિડલ ક્લાસ પર અને નોકરીકર્તાઓ પર થઈ છે. 2023નાં બજેટમાં સંભવ છે કે સરકાર હોમ લોનનાં વ્યાજ પર મળતાં ટેક્સમાં છૂટની સીમામાં વધારો કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.