બજેટ 2020 /
આજે પણ આ કારણોસર યાદ કરવામાં આવે છે આ પાંચ બજેટ
Team VTV09:06 AM, 01 Feb 20
| Updated: 09:07 AM, 01 Feb 20
દેશમાં દર વર્ષે બજેટ રજૂ કરવામાં આવે છે. આઝાદી પછી, આવા કેટલાક બજેટ રજૂ કરવામાં આવ્યા છે, જે લોકોને વર્ષો સુધી યાદ રહે છે. આવા બજેટની સંખ્યા માત્ર પાંચ છે, જે કેટલાક કારણોસર યાદ રાખવામાં આવે છે. આમાંના કેટલાક બજેટ્સને બ્લેક બજેટ, ઉદાર બજેટ, રોલબેક બજેટ, વગેરે તરીકે પણ ઓળખવામાં આવે છે.
દેશમાં દર વર્ષે રજૂ કરવામાં આવે છે બજેટ
1991ના બજેટ ઉદારીકરણ ગણાયું
1997નું બજેટ સપનાનું બજેટ કહેવાયું
ઉદારીકરણ બજેટ
1991માં પૂર્વ નાણામંત્રી મનમોહન સિંહ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ સૌથી વધુ યાદ કરવામાં આવે છે. મનમોહન સિંહે દેશમાં વિદેશી કંપનીઓને વેપાર માટે ખુલ્લી છુટ આપી હતી. આ જ સમયથી દેશમાં ઉદારીકરણનો સમય શરૂ થયો. ભારતીય કંપનીઓને પણ દેશમાંથી બહાર કામ કરવાનું સરળ થયું. કસ્ટમ ડ્યૂટીને 220 ટકામાંથી ઘટાડીને 150 ટકા સુધી કરવામાં આવી. આ બજેટના કારણે દાયકા બાદ ભારતના જીડીપીને ગતિ મળી હતી.
કાળું બજેટ
1973-74માં તત્કાલિન નાણા મંત્રી યશવંતરાવ ચૌહાણ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને કાળુ બજટે કહેવામાં આવ્યું હતું. એવું એટલા માટે થયું હતું કે તે સમયે 550 કરોડ રૂપીયાથી વધારેનું નુકસાન હતું. આ બજેટમાં ચવ્હાણે 56 કરોડ રૂપિયામાં કોલસાની ખાણ, વીમા કંપનીઓ તેમજ ઇંડિયન કૉપર કોર્પોરેશનનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું.
સપનાનું બજેટ
1997માં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટને સપનાનું બજેટ કહેવામાં આવ્યું હતું. તે સમયે નાણામંત્રીએ આયકર અને કંપની ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરી હતી. ટેક્સ દરના માળખામાં 40 ટકાથી ઘટાડી 30 ટકા કરવામાં આવ્યું હતું. આ સાથે સરચાર્જને પણ દૂર કરવામાં આવ્યો હતો.
મિલેનિયમ બજેટ
2000માં યશવંત સિંહા દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટને મિલેનિયમ બજેટ કહેવામાં આવ્યું હતું. આ બજેટમાં ભારતની આઇટી કંપનીઓની ઘણી છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. 21 વસ્તુઓ જેમ કે કમ્પ્યૂટર અને સીડી રોમ પર કસ્ટમ ડ્યૂટી ઓછી કરવાની જાહેરાત કરાઇ હતી.
રોલબેક બજેટ
2002માં યશવંત સિંહા દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને રોલબેક બજેટ પણ કહેવામાં આવ્યું. આ બજેટમાં આપવામાં આવેલા પ્રસ્તાવ જેમ કે સર્વિસટેક્સ અને રસોઇ ગેસ સિલીન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો. જો કે તેને આમ જનતા અને વિરોધ પક્ષના વિરોધના કારણે પરત લેવો પડ્યો હતો.