બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:34 AM, 23 May 2024
વૈશાખ શુક્લ પક્ષની પૂનમે બુદ્ધ પૂર્ણિમા આવે છે. આ વર્ષે 23 મે 2024એ ગુરૂવારે બુદ્ધ પૂર્ણિમા છે. યદ્યપિની પૂર્ણિમા તિથિનો આરંભ 22મે 2024 બુધવારે 5.57 વાગ્યાથી આરંભ થઈ ગયો છે. જે 23મે 2024 ગુરૂવારે સાંજે 6.41 વાગ્યા સુધી રહેશે. આ કારણે ઉદયકાળ પૂર્ણિમા તિથિ 23મે બુદ્ધ પૂર્ણિમાના પાવન પર્વ પર ઉજવવામાં આવશે. જ્યારે વ્રતની પૂર્ણિમા 22મે એજ હતી.
ADVERTISEMENT
Buddha Purnima 2024 યોગ
ADVERTISEMENT
આજે કૂર્મ જયંતી પણ છે. આજના દિવસે વિશાખા નક્ષત્ર 8.54 સુધી રહેશે. તેના બાદ અનુરાધા નક્ષત્રનો આરંભ થઈ જશે. સર્વાર્થ સિદ્ધિ યોગ તથા જયદ યોગ 8.54થી શરૂ થઈ ગયો છે. ગુરૂ પૂર્ણિમા સિદ્ધિ યોગ સાંજે 6.41 સુધી રહેશે.
Buddha Purnima 2024 ગ્રહ ગોચર
દેવગુરૂ બૃહસ્પતિ અને દૈત્ય ગુરૂ શુક્ર સૂર્યની સાથે વૃષભ રાશિમાં ગોચર કરશે. બુધ મેષ રાશિમાં, મંગળ મીન રાશિમાં, શનિ પોતાની રાશિ કુંભમાં, કેતુ કન્યા રાશિમાં તથા રાહુ મીન રાશિમાં ગોચર કરશે. બન્ને ગુરૂ અર્થાત ગુરૂ શુક્ર અને દેવગુરૂ બૃહસ્પતિ એક સાથે વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. જે આ દિવસના મહત્વને વધારી દે છે.
Buddha Purnima 2024 દાન
આ દિવસે કોઈ પવિત્ર સરોવરમાં અથવા ગંગા યમુના નદીમાં સ્ના કર્યા બાદ દાન પૂર્ણ કરવાનું મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. આ દિવસે જળથી ભરેલો ઘડો, ઘી, તલ તથા સ્વર્ણનું દાન શુભ અને ફળદાયી માનવામાં આવે છે.
Buddha Purnima 2024 પૂજા વિધિ
આ દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા અને રાત્રીમાં ચંદ્રમાને અર્ધ આપવાની પરંપરા છે. આ દિવસે ચંદ્રમાને અર્દ્ય આપવાથી, પૂજા કરવાથી માનસિક શાંતિ તથા ઘરમાં ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. આ દિવસે દાન પુણ્ય, યજ્ઞ-હવન, પૂજા, પાઠ જપ-તપ કરવાથી તથા ગરીબોને ભોજન કરાવવાની સાથે સાથે ગૌ તથા જાનવરોને જળ આપવાથી પિત્રૃ દેવ પ્રસન્ન થાય છે.
ભગવાન બુદ્ધને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. માટે આ દિવસે સાત્વિકતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે માંસ-મદિરાનો ત્યાગ કરો. બ્રહ્મચાર્યનું પાલન કરો. એવી માન્યતા છે કે ભગવાન બુદ્ધે વૈશાખ શુક્લ પક્ષ પુર્ણિમા તિથિએ જ બોધગયામાં બૌધ વૃક્ષની નીચે બુદ્ધત્વ જ્ઞાનને પ્રાપ્ત કર્યું હતું. ત્યારથી આ દિવસને બુદ્ધ પૂર્ણિમાના રૂપમાં ઉજવવામાં આવે છે.
ભગવાન બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ ખીર પીને પોતાનું વ્રત ખોલ્યું હતું. આ કારણે જ આ દિવસે ભગવાન બુદ્ધને ખીરનો પ્રસાદ જરૂર અર્પિત કરવો જોઈએ. આ દિવસે સૂર્યોદય પહેલા જાગીને ઘરની સાફ સફાઈ કરો, સ્નાન કરી પૂજા સ્થળ પર બેસી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ખાસ પૂજા કરો.
તેના માટે ભગવાન વિષ્ણુ અને માતા પાર્વતીને શુદ્ધ જળથી સ્નાન કરાવો, વસ્ત્ર, હળદર, ચંદન, કંકુ, અક્ષત, અબીર, ગુલાલ, પુષ્પ, ફળ, ફૂલ, મિષ્ટાન અર્પિત કરીને ધૂપ, દીવો કરીને પ્રાર્થના કરો તથા માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરતી ઉતારો.
વધુ વાંચો: આજે બુદ્ધ પૂર્ણિમા પર મહાયોગ! આ રાશિઓ પર લક્ષ્મી વરસી પડશે, અપાર ધનલાભના સંકેત
Buddha Purnima 2024 મંત્ર
ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ચંદ્રમાના કોઈ મંત્રનો આ દિવસે જરૂર જાપ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.