લોકસભા ચૂંટણીને લઇને રાજકારણમાં જોરદાર ગરમાવો ચાલી રહ્યો છે. યૂપીમાં ભાજપને રોકવા માટે એસપી-બીએસપી અને આરએલડી એક સાથે છે. તો બીજી બાજુ કોંગ્રેસ એકલી ચૂંટણી મેદાનમાં છે. બીએસપીએ 16 ઉમેદવારોની નવી યાદી બહાર પાડી છે, જેમાં જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.
નવી દિલ્હી: બહુજન સમાજ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાના 16 ઉમેદવારની યાદી જાહેર કરી છે. લોકસભા સીટો માટે જાહેર કરવામાં આવેલી યાદીમાં આંબેડકરનગર લોકસભા સૂટ પરથી રિતેષ પાંડેને મેદાને ઉતારવામાં આવ્યા છે. રિતેષ પાંડે આશિષ પાંડેનો ભાઈ છે.
આશિષ પાંડેએ ગયા વર્ષે દિલ્હીની એક પ્રખ્યાત હોટલ બહાર એક યુગલને પિસ્તોલની અણીએ ધમકી આપી હતી અને એ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. ત્યારે રિતેષ પાંડે આશિષ પાંડેના બચાવ માટે મેદાને ઉતર્યા હતા.
રિતેષ પાંડે હાલ ધારાસભ્ય પણ છે. વર્ષ 2017માં યૂપી વિધાનસભા ચૂંટણીમાં રિતેષ આંબેડકરનગરની જલાલપુર વિધાનસભા સીટથી બસપાની જ ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. જે બાદ હવે પાર્ટીએ તેમને લોકસભા ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.
રાજકારણમાં રિતેષ પાંડે અને તેમના પરિવારનું મોટુ નામ છે. તેમના પિતા રાકેશ પાંડે બસપાના ટિકિટ પર સાંસદ રહી ચૂક્યા છે.