બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Tech & Auto / Budget / તમારા કામનું / BSNLનો જબરદસ્ત રિચાર્જ પ્લાન, સસ્તા ભાવમાં મળશે 320 GB ડેટા સાથે 5 મહિનાની વેલિડિટી

તમારા કામનું / BSNLનો જબરદસ્ત રિચાર્જ પ્લાન, સસ્તા ભાવમાં મળશે 320 GB ડેટા સાથે 5 મહિનાની વેલિડિટી

Last Updated: 03:38 PM, 20 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમ કંપનીઓ માર્કેટમાં ટકી રહેવા આકર્ષક પ્લાન લોન્ચ કરતી રહે છે. બીજી કંપનીઓ દ્વારા રિચાર્જના પ્લાન મોંઘા થઈ રહ્યા છે તો BSNL સસ્તા પ્લાન લોન્ચ કરીને ગ્રાહકોને પોતાના તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.

BSNL એક તગડો પ્લાન લઈને આવ્યું છે. અમુક ટેલિકોમ કંપની જ્યારે પોતાના પ્લાન મોંઘા કરી રહ્યું છે ત્યારે BSNLએ સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. તે પ્લાનની કીંમત 997 રૂપિયા છે. જેમાં કસ્ટમરને અનેક ફાયદા મળશે. તેમાં લાંબી વેલિડિટી, અનલિમિટેડ કોલ્સ, અને ઇન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યું છે. 

BSNLના 997 રૂપિયાના પ્લાનમાં 160 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. મતલબ કે એક રિચાર્જમાં કસ્ટમરે પાંચ મહિના સુધી શાંતિ રહેશે. સાથે દરેક નેટવર્ક કંપની સાથે અનલિમિટેડ કોલિંગ કરી શકાશે. 
જો આ પ્લાનના ઇન્ટરનેટ ડેટા વિશે વાત કરવી હોય તો તેમાં કસ્ટમરને 320 GB ડેટા આપવામાં આવે છે.

મતલબ કે એક દિવસના હિસાબે તે 2 GB થાય છે. ડેટાની લિમિટ પૂરી થઈ ગયા બાદ તેની સ્પીડ 40Kbps થઈ જશે. તેમાં BSNL ટ્યૂન્સની સર્વિસ પણ 60 દિવસ સુધી ફ્રી આપવામાં આવે છે. આ સિવાય દિવસના 100 SMS ફ્રી આપવામાં આવે છે. 

PROMOTIONAL 4

એરટેલ અને VIના પ્લાન મોંઘા જો એરટેલના આવા પ્લાનની વાત કરવી હોય તો તેમાં 1097 રૂપિયામાં માત્ર 84 દિવસની જ વેલિડિટી આપવામાં આવે છે. તેમાં 2 GB ડેટા મળે છે. અને કોલિંગ પણ ફ્રી મળે છે. પરંતુ તેની વેલિડિટી BSNL કરતા સાવ ઓછી છે. 

વધુ વાંચો : ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે સારા સમાચાર, આ બેંકોમાં FD પર મળશે 9 ટકાથી વધારે વ્યાજ

તો VIવાળા પણ 979 રૂપિયાના પ્લાનમાં માત્ર 84 દિવસની જ વેલિડિટી આપે છે. તેમાં દરરોજ 2 GB ડેટા મળે છે. અને ફ્રી કોલિંગ પણ થાય છે. પરંતુ BSNLની કમ્પૈરમાં તેની વેલિડિટી પણ ઓછી છે.


બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Telecommunication BSNL BSNL Recharge
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ